કાંકરીયામાં પહેલીવાર : સિક્કો નાંખો અને ટોયલેટનો ઉપયોગ કરો
ચેન્નાઇ-બેંગલુરૂ જેવા શહેરોમાં મોટાપાયે આવી નવતર સુવિધા આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પ્રથમવાર ઈ-ટોયલેટ જોવા મળશે. રૂ.8 લાખની કિંમતનું આ ઇ-ટોઇલેટ શહેરની ઓળખ એવા કાંકરીયા પરિસરમાં મૂકવામાં આવ્યુ છે. જેને ગણતરીના દિવસોમાં મુલાકાતીઓના ઉપયોગ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : સામાન્ય રીતે જાહેર શૌચાલય અંગે લોકોની પ્રતિક્રીયા અને અનુભવ સારા નથી હોતા. કારણ કે જાહેર શૌચાલયોની સફાઇ અંગે ક્યારેય પૂરતુ ધ્યાન ન અપાતુ હોવાથી લોકો તેનો ઉપયોગ નાછુટકે કરતા હોય છે. પરંતુ તમને કોઇ એમ કહે કે હવે સરકારના અત્યંત સ્વચ્છ અને સુવાસથી મહેકતા ટોઇલેટનો ઉપયોગ કરવા મળશે તો???? જી હા, આવું જ કઇ શક્ય બનશે આગામી દિવસોમાં મેગા સિટી અમદાવાદમાં. ગુજરાતના આ નંબર વન શહેરમાં પહેલીવાર ઈ-ટોયલેટની સુવિધા શરૂ થવા જઈ રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતમાં પ્રથમવાર ઈ-ટોયલેટનો પ્રયોગ કાંકરીયા કેમ્પસમાં કરાશે. અહીં 8 લાખના ખર્ચે ઇ-ટોઇલેટ લગાવવામા આવશે. ઇ-ટોઇલેટ સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત પ્રાયોગિક ધોરણે ઉપયોગમાં લેવાશે. લોકો ગણતરીના દિવસોમાં ઉપયોગ શરૂ કરી શકશે. ચલણી સિક્કો અથવા ટોકન નાંખ્યા બાદ જ તેને યુઝમાં લઈ શકાશે. આ પ્રયોગિક ઉપયોગ બાદ તેને નિયમિત ચલાવવામાં આવશે.
ચેન્નાઇ-બેંગલુરૂ જેવા શહેરોમાં મોટાપાયે આવી નવતર સુવિધા આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પ્રથમવાર ઈ-ટોયલેટ જોવા મળશે. રૂ.8 લાખની કિંમતનું આ ઇ-ટોઇલેટ શહેરની ઓળખ એવા કાંકરીયા પરિસરમાં મૂકવામાં આવ્યુ છે. જેને ગણતરીના દિવસોમાં મુલાકાતીઓના ઉપયોગ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.
ઈ-ટોયલેટની ખાસિયત
- આ ઈ-ટોયલેટ ઇલેક્ટ્રિક સિસ્ટમથી કાર્યરત થાય છે.
- ઇ-ટોઇલેટ ચલણી સિક્કો નાંખ્યા બાદ જ ઓપન થાય છે.
- તેનો દરવાજો ઇલેક્ટ્રોનીક ડિસ્પ્લે દ્વારા જોઇ શકાય છે.
- તેનો ઉપયોગ ઓટોમેટિક પદ્ધતિથી થાય છે.
- વપરાશ બાદ તેની સફાઈ પણ આપોઆપ થાય છે.
કાંકરીયા પરીસરના ગેટ નંબર 2 પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઇ-ટાઇલેટને ઇન્સ્ટોલ કરાયું છે. જે માટે જરૂરી તમામ વીજળી અને ગટર કનેક્શન પણ ફીટ કરાયા છે. આ ઇ-ટોઇલેટ કેવી રીતે કામ કરે છે તેની જાણકારી પર ટોઇલેટના ગેટ પર આપવામાં આવી છે, જેથી નાગરિકો ક્યાંય ગૂંચવાય નહિ અને તેમને કોઈના મદદની જરૂર ન પડે.