અમદાવાદ : ભુજમાં સોમવારે ભુકંપના ઝટકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતતા 4.1-4.3ની હોવાનું સામે આવ્યું છે. ભચાઉની નજીક ભુકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે. હજી સુધી કોઇ હતાહત થયું હોવાનું સામે આવ્યું નથી. કચ્છ ભુજમાં ફરી એકવાર 2001ની યાદ સામે આવી ગઇ છે. ભુજના અનેક વિસ્તારોમાં ભુકંપનાં 4.1ની તિવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉંઝામાં ન ભુતો ન ભવિષ્યતી લક્ષચંડી યજ્ઞનું આયોજન: તૈયારી જોઇ આંખો થઇ જશે પહોળી
કચ્છમાં 4.1ની તિવ્રતાના ભુકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ સર્જાયો
ભુકંપની તિવ્રતા 4.1 અને ભુકંપનો સમય સાંજના સાત વાગ્યાનો હોવાનું સામે આવ્યું છે. ભુકંપ 4.1ની તિવ્રતાનો હોવાનાં કારણે સામાન્ય લોકોને પણ અનુભવાયો હતો. જેથી લોકો મોટા પ્રમાણમાં ગભરાઇને દોડીને બહાર આવી ગયા હતા. ભચાઉથી નોર્થ ઇસ્ટ 23 કિલોમીટર હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા બાદ હવે કચ્છમાં પણ ભુકંપનો આંચકો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આવેલા આંચકાઓ મહત્તમ 3ની તિવ્રતાના હતા. 


માત્ર 15 દિવસમાં અમદાવાદમાં બીજી પાણીની ટાંકી ધરાશાયી થઈ, ગોતામાં બન્યો બનાવ


3ની તિવ્રતાના આફ્ટર શોક્સથી લોકોમાં ફફડાટ
કચ્છમાં 4.3ની તિવ્રતાના ધરતીકંપ બાદ લોલોનાં હૈયા થાળે પડ્યાહ તા ત્યાં ફરી એકવાર 3ની તિવ્રતાનો આફ્ટર શોક આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોટા ભાગના વિસ્તારોમાં લોકો ઘરની બહાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તંત્ર પણ એલર્ટ પર છે. કઇ પણ પ્રકારની દુર્ઘટનાને પહોંચી વળવા માટે સ્ટેન્ડટુનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને પણ અફવાઓ નહી ફેલાવવા અને અફવાઓ તરફ નહી દોરવાવા માટેની અપીલ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube