કચ્છ/ગુજરાત
કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકાઓ સતત ચાલુ  છે. ત્યારે ફરી એકવાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેમાં સવારે 6.21 કલાકે 3.2 ના આંચકા સાથે ભચાઉવાસીઓને ભૂકંપનો આંચકો લાગ્યો. આ કારણે લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. 


આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી નોર્થ ઇસ્ટ પાસે હોવાનું સામે આવ્યું છે. બીજો આંચકો રાપરમાં 2.55 કલાકે રાત્રે અનુભવાયો હતો, જે 3.3ની તીવ્રતાનો હતો. આ સાથે અન્ય નાના મોટા 3 આંચકા પણ અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભૂકંપના આંચકા વહેલી સવારે અનુભવાયા હતા. હાલ ઠંડી હોવાથી લોકો ગાઢ ઊંઘમાં હતા, આંચકા અનુભવાતા જ લોકો રજાઈ છોડીને ઘર બહાર દોડી ગયા હતા.