મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં સતત ધરા ધ્રૂજી રહી છે. જામનગરમાં છેલ્લાં 24 કલાકમાં અલગ અલગ સમયે ભૂકંપ (earthquake) ના 5 આંચકા નોંધાયા છે. ગઈકાલે બપોરે 3.30 કલાકથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં આ પાંચ આંચકા અનુભવાયા છે. ત્યારે સતત ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જામનગર (jamnagar) માં આજે વધુ બે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેમાં મધ્ય રાત્રિ અને વહેલી સવારે ભૂકંપના બે આંચકા આવ્યા હતા. મધ્ય રાત્રિએ 2.2 અને વહેલી સવારે 2.3 ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ અનુક્રમે લાલપુરથી 18 અને 31 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે પણ દિવસ દરમિયાન ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે જામનગરના કાલાવડ પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. 


પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં છેલ્લા સાત દિવસથી નાના-મોટા આંચકા અનુભવાઈ રહ્યાં છે. સતત ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ મોટું તારણ કાઢ્યું છે. જે મુજબ, આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે રીલીઝ થતાં મોટો ભૂકંપ આવશે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નૂકસાન થવાનો અંદાજો છે. ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે. 


જામનગરમાં સોમવારે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં જામનગરના કાલાવડના બાંગા, બેરાજા, ખાનકોટડા, માટલી, ખઢેરા સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી ગ્રામજનો ઘરની બહાર દોડી ગયા હતા. તો જામનગર ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. 


ગુજરાતના મહત્વના સમાચાર :


પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું