રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: ભૂકંપ (Earthquake) ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે. ત્યારે આજે વધુ એક ધરતીકંપ (Earthquake) ના આંચકાથી ખાવડા વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપ (Earthquake) ના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે બપોરે 3.46 મિનિટે ભૂજની ધરા ધ્રૂજતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપની તિવ્રતા 4.2 નોંધાવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું હતું. એક તરફ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube