વલસાડ/પાલઘરઃ ગુજરાતના વલસાડ, વાપી જિલ્લા, ઉમરગામ તાલુકો, કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ તેમજ ગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર, દહાણુમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્રના પાલઘર નજીક જોવા મળ્યું હતું. આ ભૂકંપમાં મહારાષ્ટ્રમાં એક વ્યક્તિનું મોત થયું છે. બે વખત 3.6ની તીવ્રતાનો અને એક વખત 2.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના વલસાડ જિલ્લા, વાપીની આજુબાજુના વિસ્તાર, ઉમરગામ તાલુકા ઉપરાંત દાદરા નગર હવેલી અને દમણમાં બુધવારે મોડી રાત્રે 1 થી 2 કલાકની વચ્ચે બે થી ત્રણ વખત ભૂકંપની આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે ઊંઘી રહેલા લોકો ધરતીકંપનો અનુભવ થતાં સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર નિકળી ગયા હતા. 


ભારે વરસાદથી નવસારી-ડાંગમાં ઘોડાપૂર, ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ


ભૂકંપના આંચકાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રના દહાણુ અને પાલઘર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, ગુજરાતના ઉમરગામ તાલુકા તેમજ વાપીની આજુબાજુના વિસ્તારમાં વધુ જોવા મળી હતી. ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર છેલ્લા બે-ત્રણ મહિનાથી આ પ્રકારના આંચકાનો લોકોએ અનેક વખત અનુભવી ચૂક્યા છે. 


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....