અમદાવાદ : કુદરતી આફતો જાણે ગુજરાતનો પીછો જ છોડવા ન માંગતી હોય તે પ્રકારે ગુજરાત પર એક પછી એક કુદરતી આફતો આવ્યા જ કરે છે. ચોમાસામાં અતિવૃષ્ટી બાદ તોફાનોએ ગુજરાતનો પીછો પકડ્યો હતો. તેનાંથી માંડ છુટ્યા તો હવે એક પછી એક તબક્કાવાર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધરતીકંપ ધરાને ધ્રુજાવી રહ્યા છે. નવસારી ડાંગ અને વલસાડ આ ત્રણ જિલ્લાઓમાં અવાર નવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાયા કરે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંઝા લક્ષચંડી હવન: પાવર બતાવશે પાટીદારો, અમિત શાહ બનશે ખાસ મહેમાન
વલસાડ જિલ્લામાં આજે 2.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધરમપુર વિસ્તારમાં વહેલી સવારે એક હળવો આંચકો અનુભવાયો હતો. હાલ 3.11 કલાકે ફરી એકવાર આફ્ટર શોક આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ધરમપુરનાં આસુર તેમજ બામટી વિસ્તારમાં આ આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઇ રહી છે. જેમ કે હવે મોટો આંચકો આવી શકે છે વગેરે જેવી અફવાઓનાં કારણે  લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. લોકો ભયને ખાળવા માટે ઘરની બહાર રહી રહ્યા છે. જેના કારણે વલસાડના કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને નહી ગભરાવા માટેની સલાહ આપી છે. 


ગુજરાતના ખેડૂતોના આજના મહત્વના ટોપ-5 સમાચાર : જુઓ આજે ક્યાં-ક્યાંના ખેડૂતો પરેશાન છે
Exclusive : જે પરવાનગીનો સહારો લઈને DPSએ કૌભાંડ આચર્યું, તે DPEO પરમિશનનો પત્ર મળ્યો


અત્રે ઉલ્લેખનીય છે કે, 2 ડિસેમ્બરનાં દિવસે જ ગીર સોમનાથમાં ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ ધરતીકંપ રાત્રીના સમયે આવ્યો હોવાનાં કારણે લોકોમાં ફફડાટ વધારે વધ્યો હતો. આખી રાત લોકો બહાર રહેવા માટે મજબુર બન્યા હતા. ગીર સોમનાથમાં પણ એક જ દિવસમાં બે બે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તલાલાથી 9 કિલોમીટર જેટલું દુર રહ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube