દિવાળી પહેલા સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી: અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ
અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રિએક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સાંજના 5:16 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.
Breaking News: રવિવારનો સમય હતો, લોકો ઘરમાં જ હતા અને અચાનક અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ છે. સાંજના 5:18 વાગે ભુકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહીતના વિસ્તારોમાં ભુકંપ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમરેલીથી 41 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપથી હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
હવે લોકો બરાબરના હલવાયા! ભયાનક છે અંબાલાલની આ આગાહી! ગુજરાતીઓને આપી મોટી ચેતવણી
અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવેલા અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રિએક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સાંજના 5:16 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આચકાઓ અનુભવાયા છે. આ સિવાય ભૂકંપના ઝટકા ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં થયો છે. અત્યાર સુધીમાં આ ભૂકંપને લઈને કોઈની જાનમાલના નુકસાનની માહિતી સામે નથી આવી.
સરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાય
અમરેલીથી 41 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ
અમરેલીથી 41 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોધાયું છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલા અને ધારીમાં જ આ ભૂકંપનો વધારે અનુભવ થયો છે. ઉપરાંત અમરેલી સિવાય પણ ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં આ ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો છે.
ડિજિટલ અરેસ્ટના નામે સાયબર ફ્રોડ કરનારા લોકોને રાજકોટના જુવાનિયાએ આપી ધોબીપછાડ