અમદાવાદ : ગુજરાતમાં જાણે કુદરત રૂઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી હોનારતો ત્રાટકી રહી છે. પહેલા દુષ્કાળ મોઢુ ફાડીને બેઠો હતો ત્યાર બાદ અચાનક વરસાદ શરૂ થયો અને નાગરિકોને રાહત થઇ ત્યાં લીલા દુષ્કાળે ફેણ પછાડી. આટલું ઓછું હોય તેમ હવે એક પછી એક ધરતીકંપના આંચકાઓના કારણે ન માત્ર નાગરિકો પરંતુ સરકાર પણ પરેશાન છે. અત્રે નોંધનીય છે કે, આ આંચકાઓ ખુબ જ સામાન્ય હોય છે પરંતુ તે આવનારા મોટા ભૂકંપના ઘોતક સાબિત થાય છે. અગાઉ જ્યારે 2001 માં કચ્છના 7.3 થી 7.7 ની તિવ્રતાના વિકરાળ ભૂકંપ અગાઉ આ જ પેટર્નથી નાના નાના ભૂકંપો અનુભવાયા હતા. ત્યાર બાદ એ ગોજારો દિવસ આવ્યો જ્યારે સમગ્ર ગુજરાત ધણધણી ઉઠ્યું અને કચ્છ તો જાણે નેસ્તોનાબુદ જ થઇ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓ નિયમના નામે લોકોને ટલ્લાવવાનું બંધ કરે અને શબ્દોની મારામારી ઓછી કરે: મુખ્યમંત્રી


હાલમાં જ પણ ગુજરાતમાં આ જ પેટર્નથી નાના આંચકાઓ અનુભવાવાનો સિલસિલો ફરી એકવાર શરૂ થયો છે. ઉપરાંત સમય પણ ધીરે ધીરે જાન્યુઆરી મહિનાનો એટલે કે શિયાળાનો સમય પણ આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોના અનુસાર ધરતીકંપ આવવાની મહત્તમ શક્યતા શિયાળા દરમિયાન જ રહે છે. કચ્છમાં ફરી એકવાર આજે ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલનીઆ ભૂકંપની તિવ્રતા પર 3.4 ની હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. 9:56 મિનિટે કચ્છના ભચાઉથી 17 કિલોમીટર દુર આ ધરતીકંપ નોંધાયો હતો. જો કે આંચકો સામાન્ય હોવાથી લોકોને અનુભવાયો નહોતો. પરંતુ સમાચાર સાંભળ્યા બાદ લોકો બહાર જરૂર દોડી આવ્યા હતા. આ અંગે હાલ કોઇ અધિકારીક પૃષ્ટી પ્રાપ્ત નથી થઇ રહી. જો કે જે પ્રકારે ભૂકંપની તિવ્રતા વધી રહી છે તે આગામી મોટા ભૂકંપ તરફ ઇશારો ચોક્કસ કરી રહી છે તેવું કહી શકાય. 


ગરબા રમતી તરૂણી પાણી પીવા ગઇ અને અચાનક એક યુવક આવીને તેની સાથે શરીર રગડવા લાગ્યો અને...


ગુજરાતમાં છેલ્લા 1 મહિના દરમિયાન 8 ધરતીકંપના આંચકા નોંધાયા છે. ચીખલીના વાસદમાં 2 ની તિવ્રતાનો ધરતી કંપ 13 તારીખે નોંધાયો હતો. આ ઉપરાંત 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં પણ ભૂકંપ નોંધાયો હતો. 2.5 ની તિવ્રતાનો આ ધરતીકંપ વલસાડથી 36 કિલોમીટર દુર નોંધાયો હતો. 05 તારીખે એક સાથે પાંચ ધરતિકંપના આંચકાઓ અનુભવાયા હતા. રાત્રે 11:07 વાગ્યે 3.5ની તીવ્રતાનો આવ્યો આંચકો નોંધાયો હતો. આ ઉપરાંત આજે વહેલી સવારના 1:41 વાગ્યે 2.4ની તીવ્રતાનો,  બીજો આંચકો વહેલી સવારના 1:57 વાગ્યે 2.4ની તીવ્રતાનો, સવારના 7:04 વાગ્યે 2.1ની તીવ્રતાનો ત્રીજો આંચકો, 7:30 વાગ્યે ફરી એકવાર  2.4ની તીવ્રતાનો ધરતી કંપ નોંધાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube