કચ્છમાં ફરી ધ્રુજી ધરા અને લોકોના પેટમાં પડી ફાળ, વિગતો જાણવા કરો ક્લિક
સામાન્ય રીતે ૩ની તીવ્રતાથી નીચેના આંચકા સામાન્ય રીતે ઓછા અનુભવાય છે. પરંતુ તેનાથી ઉપરની તીવ્રતાનો આંચકો આવે તો તેની ધ્રુજારી લોકો સ્પષ્ટ રીતે અનુભવ કરી શકે છે.
રાજેન્દ્ર ઠક્કર, ભુજ : કચ્છ (kutch)માં આજે સવારે ભૂકંપ (Earthquake)નો વધુ એક આંચકો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે ભચાઉથી લગભગ 12 કિલોમીટર દૂર સવારે 5.44 કલાકે ર.૩ની તિવ્રતાનો આંચકો નોંધાયો છે. આમ, 12 કલાકમાં ગાંધીનગરની સિસ્મોલોજી કચેરીમાં વધુ 1 આંચકો નોંધાયો છે. જોકે આંચકાઓના કારણે જાન-માલની હાનિ થઈ હોય તેવા કોઈ અહેવાલો નથી. પરંતુ કેટલાક સમયથી આંચકાની વધી રહેલી તીવ્રતા ધ્યાન ખેંચનારી બની રહી છે. આ સંજોગોમાં લોકોને મોટો ભૂકંપ આવવાનો ભય સતાવી રહ્યો છે.
તસવીરમાં દેખાતા આ યુવકે ભાભીની બહેન સાથે એકલતામાં ન કરવાનું કર્યું
છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં શરૂ થયેલ ભૂર્ગભીય આંચકાઓ યથાવત છે અને ભચાઉના દુધઈમાં સતત કંપનો અનુભવાઈ રહ્યા છે. ગઈ કાલે સવારે 3.37એ દુધઈથી 20 કિ.મી. દૂર ભૂગર્ભમાં 1.4નો આંચકો અને સવારે 5.13 દુધઈથી પાસે 1.4ની તિવ્રતાનું કંપન નોંધાયું છે. આમ, છેલ્લા 36 કલાકમાં ગાંધીનગરની સીસ્મોલોજી કચેરીમાં 4 આંચકાઓ નોંધાયા છે.
તમારી દીકરી સ્કૂલે જાય તો કોઈ તેનો પીછો કરે છે કે નહિ તે ચેક કરજો, નહિ તો આવી ઘટના બની શકે છે
સામાન્ય રીતે ૩ની તીવ્રતાથી નીચેના આંચકા સામાન્ય રીતે ઓછા અનુભવાય છે. પરંતુ તેનાથી ઉપરની તીવ્રતાનો આંચકો આવે તો તેની ધ્રુજારી લોકો સ્પષ્ટ રીતે અનુભવ કરી શકે છે. ગઈ કાલે બપોરે કચ્છના દુધઈ વિસ્તારમાં ર.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઈથી ઉત્તર ઉત્તરપૂર્વ દિશામાં 9 કિમી દુર અને જમીનમાં 21.7 કિમીની ઉંડાઈએ હોવાનું નોંધાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક