રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. સૌરાષ્ટ્રમાં આવેલા માળીયાહાટીના સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. આજે સાંજે 6.20 કલાકે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા 3.5 હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. 


પ્રાપ્ત વિગત અનુસાર આજે સાંજે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. માળીયા હાટીના પંથકમાં તથા આસપાસના ગામડાઓમાં આંચકો આવ્યો હતો. વંથલી, કેશોદમાં પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો.