આવી ગયું ભારતમાં રહેવાલાયક ટોપ શહેરોનું લિસ્ટ, ગુજરાતમાં 3 શહેરોને મળ્યું સ્થાન
- 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ
- 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોના લિસ્ટમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર સાતમા નંબર પર
- ગુજરાતના 4 શહેરો ભારતમાં રહેવાલાયક શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પામ્યા
ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં 10 લાખથી વધુ વસ્તીવાળા રહેવાલાયક બેસ્ટ શહેરોનું લિસ્ટ આવી ગયું છે. કેન્દ્ર સરકારે જાહેર દેશના શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં બેંગલુરુ, પુણે અને અમદાવાદ રહેવા માટે સૌથી શ્રેષ્ઠ ત્રણ શહેરોમાં સ્થાન આપ્યું છે. જોકે, મહત્વની વાત એ છે કે, આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરાને ટોપ-10 લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જોકે, રાજધાની દિલ્હી આ લિસ્ટમાં પાછળ ધકેલાઈ ગયુ છે. દિલ્હી 10માં નંબર સુધી પણ ન પહોંચી શક્યું. દિલ્હીને લિસ્ટમાં 13 મું સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં દેશના 111 શહેરોનો સર્વેમાં સમાવેશ કરાયો હતો.
આ પણ વાંચો : સોની પરિવારની આર્થિક સ્થિતિ એવી કંગાળ બની હતી કે, બચતમાં એક રૂપિયા પણ વધ્યો ન હતો
10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોનું રેન્કિંગ લિસ્ટ (શહેર અને સ્કોર)
- બેંગલુરુ - 66.70
- પૂણે - 66.27
- અમદાવાદ - 64.87
- ચેન્નઈ - 62.61
- સુરત - 61.73
- નવી મુંબઈ - 61.60
- કોઈમ્બતૂર - 59.72
- વડોદરા - 59.24
- ઈન્દોર - 58.58
- ગ્રેટર મુંબઈ - 58.23
ટોપ-10 માં ગુજરાતના 4 શહેરો સામેલ
કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ગુરુવારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ રેન્કિંગ 2020 લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં બે અલગ અલગ કેટેગરી છે. એક કેટેગરી 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો અને બીજું 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરો એમ બે કેટેગરી છે. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. તો 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોના લિસ્ટમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર 56.25 સ્કોર સાથે સાતમા નંબર પર છે. આમ, ગુજરાતના 4 શહેરો ભારતમાં રહેવાલાયક શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પામ્યા છે.
આ પણ વાંચો : કોઈ કાળે ભાજપ અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ નહિ ગુમાવે, સોલિડ માસ્ટર પ્લાન બનાવ્યો
10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરનું રેન્કિંગ (શહેર અને સ્કોર)
- સિમલા - 60.90
- ભુવનેશ્વર - 59.85
- સિલ્વાસા - 58.43
- કાકીનાડા - 56.84
- સેલમ - 56.40
- વેલ્લોર - 56.38
- ગાંધીનગર - 56.25
- ગુરુગ્રામ - 56.00
- દાવનગેરે - 55.25
- તિરુચિરાપલ્લી - 55.24
કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ગુરુવારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ રેન્કિંગ 2020 લિસ્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપ સિંહે આ રિપોર્ટ જાહેર કરયો છે. જેમાં રહેવા માટે લાયક સૌથી બેસ્ટ શહેરોના રેન્કિંગમાં દેશભરમાં 111 શહેરોએ ભાગ લીધો હતો. શહેરોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી કેટેગરીમાં એ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે, જેની વસ્તી 10 લાખથી વધુ હતી. તો બીજી કેટેગરીમાં એ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે જેમની વસ્તી 10 લાખથી ઓછી હતી.
આ પણ વાંચો : હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવા મુદ્દે NSUI એ કહી મોટી વાત
2018 માં થઈ હતી રેન્કિંગની શરૂઆત
પહેલીવાર 2018માં શહેરોને રેન્કિંગ આપવાની શરૂઆત થઈ હતી. હવે બીજીવાર 2020 માં શહેરને રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ કેટેગરીમાં સામેલ થવા માટે ગુણવત્તાના ત્રણ માપદંડ રાખવામાં આવ્યા છે. જેમાં રેન્કિંગ માટે 35 ટકા અંક રાખવામાં આવ્યા છે. બીજુ માપદંડ આર્થિક યોગ્યતા છે, જેના માટે 15 ટકા અંક અને વિકાસની સ્થિરતા કેવી છે તે માટે 20 ટકા અંક આપવામાં આવ્યા હતા. બાકી 30 ટકા લોકોની વચ્ચે કરવામાં આવેલ સરવેને નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે કે, 49 ઈન્ડિકેશનના આધાર પર રેન્કિંગ કરવામાં આવ્યું છે.