અમદાવાદ : વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket Team) ની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે આગામી 6 ફેબ્રુઆરી થી વન ડે સિરીઝ રમાનારી છે. પરંતુ તે પહેલા બંન્ને ટીમના સભ્યોને 3 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ ટીમ મેદાન પર સિરીઝની તૈયારી માટે મેદાન પર જઇ શકશે. બંને દેશો વચ્ચે 3 વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે. આ ત્રણેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં જ રમાનારી છે. બીજી અને ત્રીજી વનડે 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ મેચો રમાય તે પહેલા જ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમનાં 8 ખેલાડીઓ એક સાથે કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ હતી. ભારતીય ટીમના અમદાવાદ પહોંચેલા અને ક્વોરન્ટાઇન રહેલા ખેલાડીઓ પૈકી એક સાથે 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 


ભારતીય ટીમના શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન સહિત કુલ 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. 6 ફેબ્રુઆરીએ મેચ રમાય તે પહેલા જ કાલે પ્રેક્ટિસ કરવા માટે જઇ શકે તે માટે આજે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા હવે મેચ પર તલવાર તોળાઇ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન પોલાર્ડ અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે ભારતના પ્રવાસ પહેલા જ આ શ્રેણી અંગે મોટુ નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, અમારી ટીમ એટલી મજબુત છે કે, ભારતીય ટીમને તેની જ ભુમિ પર હરાવવા માટે પણ સમર્થ છે જેસન હોલ્ડરે કહ્યું કે, વર્તમાન કેરેબિયન ટીમમાં એટલી શક્તિ છે કે તે તેની જમીન પર ભારતને પરાસ્ત કરી શકે છે.