અતુલ તિવારી/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ઉતરાયણ બાદ રોડ, વૃક્ષો, ધાબા અને આસપાસમાં પડેલી દોરી એકઠી કરવાનાં અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 800 કિલો જેટલી પતંગની દોરી એકઠી કરવામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને સફળતા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાઃ કરમસદના યુવકને અશ્વેતોએ મારી ગોળી,શું હતું કારણ?


ઉતરાયણ સમયે પતંગની દોરી રાહદારીઓ અને પક્ષીઓને વાગવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. ઉતરાયણ બાદ રાહદારીઓ અને પક્ષીઓને પતંગની દોરી નાં વાગે એ પ્રયાસના ભાગરૂપે સ્કૂલ બોર્ડ દ્વારા અભિયાન શરૂ કરાયુ હતું. સ્કૂલ બોર્ડના કર્મચારી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અત્યાર સુધીમાં સાબરમતી, વેજલપુર અને વાસણા વિસ્તારમાંથી 800 કિલો જેટલી દોરી એકઠી કરવામાં આવી છે. 


ગુજરાતમાં 'ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ' નું સૂરસૂરિયું! ઝી 24 કલાકનો મોટો ઘટસ્ફોટ


આ ભેગી થયેલી દોરી સ્થાનિક ધારાસભ્યો મારફતે ખાનગી સંસ્થાને સોંપવામાં આવશે. આ સંસ્થા એકઠી થયેલી દોરીના માધ્યમથી પ્રદૂષણ ના ફેલાય એ રીતે ઇકો-ફ્રેન્ડલી ગ્રીન એનર્જી પેદા કરાશે. આગામી વર્ષોમાં પણ આ રીતે જ ઉતરાયણ બાદ દોરી એકત્ર કરવા માટે પણ સ્કૂલ બોર્ડના સતાધીશો દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અપીલ પણ કરાઈ હતી.