મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો! અંદરના રાઝ ખોલવા 12 સ્થળોએ EDનું સર્ચ ઓપરેશન, અનેક દસ્તાવેજ જપ્ત
મહાઠગ કિરણ પટેલના 12 ઠેકાણા પર ઇડીએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઇડીએ અમદાવાદ, ગાંધીનગર , મહેસાણા, મોરબીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગઈકાલે સર્ચ દરમિયાન કેટલાક દસ્તાવેજ મળ્યા હતા.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી મહાઠગ કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર (ઠગભગત) બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને PMOનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને એવા તો સોટ્ટા પાડ્યા કે ભલભલા થાપ ખાઈ ગયા. PMOના નામે દેશભરના લોકોને છેતરનારા મહાઠગ કિરણ પટેલનાં રાઝ ખોલવા 12 સ્થળોએ EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણામાં EDની તપાસ ચાલી રહી છે.
રાજકોટમાં CBIના દરોડા: વધુ એક ઉચ્ચ અધિકારી સાણસામાં, 11 લાખની માગી હતી લાંચ
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મહાઠગ કિરણ પટેલના 12 ઠેકાણા પર ઇડીએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઇડીએ અમદાવાદ, ગાંધીનગર , મહેસાણા, મોરબીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગઈકાલે સર્ચ દરમિયાન કેટલાક દસ્તાવેજ મળ્યા હતા. જમીનના દસ્તાવેજની સાથે સાથે ગુનાહિત પ્રવૃતિની સામગ્રી પણ મળી આવી હતી.
ગુજરાતમાં બાગેશ્વર સરકારના કાર્યક્રમમાં મોટો ફેરફાર,અહીં પણ ભરાશે બાબાનો દિવ્ય દરબાર
ઉલ્લેખનીય છે કે, આ ભેજાબાજે સ્થાનિક પોલીસને એવી તે ગોટે ચઢાવી કે ભાઈ'સાબને Z+ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ SUV, ફાઈવ સ્ટારમાં રોકાણ જેવી VVIP સુવિધાઓ મળી રહી હતી. ત્યારે હવે આ મહાઠગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કાશ્મીરમાંથી પકડાયેલા મહાઠગ કિરણ પટેલ સામે હવે એજન્સી એન્ફોર્સ ડિરેટરેટ (ED)એ તપાસ શરૂ કરી છે. વર્ષ 2019ની એક ફરિયાદ મામલે EDએ તપાસ હાથ ધરી છે.
આગામી 5 દિવસ છે ખુબ જ ભારે! જાણો હવામાન વિભાગે ચોમાસા અંગે શું કરી મોટી આગાહી!
શું હતો સમગ્ર મામલો ?
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી.
બિગ બીની પૌત્રી નવ્યાએ ગુજરાતના ગામડામાં ચલાવ્યું ટ્રેક્ટર, વીડિયો વાયરલ