મૌલિક ધામેચા, અમદાવાદઃ કંપડવજના વેપારી પાસે 5 લાખની લાંચ માગવાના કેસમાં EDના બે અધિકારીઓને આજે CBI કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે કપડવંજના વેપારીએ બેંકમાંથી 104 કરોડ રૂપિયા લઈને રકમ ના ચૂકવતા તેની સામે ED એ PMLA કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો. અને આ ગુનામાં સેટલ કરવા માટે  EDના ડેપ્યુટી ડાયરેકટર પૂર્ણ કામ સિંઘ અને આસિસ્ટન્ટ ડિરેકટર ભુવનેશ કુમારે વેપારી પાસે 75 લાખ રૂપિયા મિલકત ટાચમાં નહીં લેવા તેમજ પરિવારજનોની અટકાયત નહિ કરવા માટે માગ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે સમગ્ર મામલે ફરિયાદીએ CBI ને જાણ કરતા CBI એ બને અધિકારીઓને 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા. જોકે EDના અધિકારીઓ હોવાથી તેવો ચાલક પણ હતા અને તેનેજ લઈને લાંચના રૂપિયા લેવા માટે ખાસ કોર્ટવર્ડ વાપરતા જેમકે 1 કિલો એટલે 1 લાખ રૂપિયા. સાથે જ કોઈની પકડમાં ના આવે તે માટે ફરિયાદી સાથે વોટ્સએપ કોલ્સમા વાત કરતા હતા. 


ગુજસીકોટના ગુનામાં નાસતા-ફરતા આરોપીની ગુજરાત ATS એ યૂપીથી કરી ધરપકડ  


ફરિયાદી પાસે માગેલા રૂપિયા આંગડિયા મારફતે દિલ્હીના એડ્રેસ પર મોકલવાની વાત ED ના અધિકારીઓ કરી હતી. ત્યારે આ તમામ મામલે આરોપીઓને CBI કોર્ટમાં રજૂ કરતા CBIએ 5 દિવસના રિમાંન્ડ માગતા કોર્ટે 4 દિવસના રિમાંન્ડ મંજૂર કર્યા છે. જોકે જે કેન્દ્રીય એજન્સીનું કામ લોકોને ચોરી કરતા રોકવાનું છે તેજ એજન્સીના બે અધિકારીઓ લાંચ કેસમાં પકડતા આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube