ગૌરવ દવે/રાજકોટ :ઓગસ્ટ મહિનો આવતા જ ખાદ્યતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલમાં રૂપિયા 60 નો વધારો ઝીંકાયો છે. આ સાથે સિંગતેલનો ડબ્બો 3000 રૂપિયાને પાર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર ખાદ્યતેલના ભાવ વધારા પાછળ જવાબદાર
ખાદ્યતેલના વધતા ભાવને લઈને હવે ગુજરાત એડીબલ ઓઇલ એન્ડ સિડ્સ એસોસિએશન મેદાને આવ્યું છે. ગુજરાત એડિબલ ઓઇલ એન્ડ સિડ્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રી નિર્મલા સિતારમનને તેલના વધતા ભાવ અંગે પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર ખાદ્યતેલના ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. ખાદ્યતેલ ઉદ્યોગોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવાની માંગ કરી છે. આડકતરી રીતે GST વધારી દેતા ખાદ્યતેલના ભાવ વધ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. GST કાઉન્સિલના નિર્ણયને ફેર વિચારણા કરવાની ઓઇલ મિલરોમાં માંગ ઉઠી છે. 


આ પણ વાંચો : તુટી ચુક્યા છે 150 હાડકા, રેર બીમારી ધરાવતા સ્પર્શ શાહે 120 મિનિટ પગ ઉંચો રાખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 


સંગ્રહખોરીને કારણે ભાવમાં વધારો
રિટેલ માર્કેટમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલીવાર સિંગતેલનો ભાવ છેલ્લા એક સપ્તાહમાં ડબાદીઠ રૂ.100-125 વધી સૌ પ્રથમ વખત રૂ.3000ની સપાટીએ પહોંચી ગયો છે. તેલના ભાવ વધવાનું એક કારણ સંગ્રહખોરી પણ કહેવાઈ રહી છે. સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. મગફળીનો નવો પાક માર્કેટમાં આવે તેના બાદ જ ભાવ ઘટવાની શક્યતા છે. નવો પાક આવવા હજી વાર છે તેથી ત્યાં ભાવ ઉંચા રહેશે. ગુજરાતની 90 ટકા ઓઇલ મિલો બંધ થઇ ચૂકી છે જેની પણ બજાર પર અસર જોવા મળી છે.