ગૌરવ દવે/રાજકોટ :ઓગસ્ટમા ઊપર ગયેલા તેલના ભાવ હવે ફરી નીચે આવી રહ્યાં છે. બે દિવસ પહેલા સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં ભાવ ઘટાડા બાદ ફરી એકવાર ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે શુક્રવારે રાજકોટમાં પામતેલના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ પામતેલનો ડબ્બો 1690 રૂપિયાએ પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના પગલે અને પામ તેલના માંગમાં ઘટાડો થતાં પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. માર્કેટના તજજ્ઞો કહે છે કે, આગામી દિવસોમાં પણ પામ તેલના ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. 


આ પણ વાંચો : પાડાના વાંકે પખાલીને ડામ : તેલના ભાવ વધવાનું આ છે અસલી કારણ, જેને કારણે જનતા પીસાઈ રહી છે


તો માર્કેટમાં મોંઘવારીનો કકળાટ બાદ છેલ્લા પાંચ દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સ્થિર જોવા મળ્યા છે. બે દિવસ પહેલા ખાદ્યતેલમાં રૂ. 15 થી 20નો ઘટાડો નોંધાયો હતો. સિંગતેલમાં રૂ. 15, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં રૂ. 20-20 નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ ઘટાડો થવાની વેપારીઓને આશા છે. જો ભાવ ઘટશે તો લોકોનો વપરાશ પણ વધશે. હાલ ભાવ વધારાને કારણે લોકો તેલ ખરીદી પર પણ કાપ મૂકી રહ્યાં છે.