રાજકોટઃ રાજકોટ  જિલ્લાના વીરપુર પાસે આજે SSC બોર્ડની લેવાયેલ પરીક્ષાની ઉત્તરવહીઓ રોડ ઉપરથી કચરામાં મળતા માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના અધિકારી ઓ દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી લઇને તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ રાજ્ય શિક્ષમ બોર્ડ દોડતું થયું હતું. SSC પરીક્ષા બોર્ડના ઇન્ચાર્જ સચિવ બી.એસ ચૌધરી ગાંધીનગર થી વીરપુર સુધી દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની જાણકારી લીધી હતી. આ પેપર ક્યાં ના છે અને ક્યાં લઇ જવાઈ રહ્યા છે તેના અંગે સમગ્ર માહિતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિવ જણાવ્યાં મુજબ આ સમગ્ર ઉત્તરવહીઓ ગાંધીનગરના પાલા વિભાગમાંથી પાલો થઇ ને અલગ અલગ પરીક્ષા કેન્દ્રની ઉત્તરવહીઓ અલગ અલગ ઉત્તરવહી ચકાસણી કેન્દ્રમાં મોકલવા માં આવે છે. જેથી આ રોડ ઉપર કચરામાંથી મળેલ ઉત્તરવહીઓ ક્યાંની છે કેટલી છે તે અંગે કઈ પણ કહી શકાય નહિ. તેમના જણવ્યાં મુજબ આ ઉત્તરવહીના થેલાઓ ગાંધીનગરથી ખાનગી બસમાં વીરપુર, ઉપલેટા, કેશોદ સુધી મોકલવામાં આવેલા હતા અને કેશોદ સુધી આ ઉત્તરવહી ઓ પહોંચી ગઈ હતી. પરંતુ આ ક્યાં અને કેવી ભૂલથી રોડ ઉપર આવી ગઈ તે અંગે તેવો તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે પણ દોષીત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 


કોરોનાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય


ગાંધીનગરથી દોડી આવેલ ઇન્ચાર્જ સચિવ  માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ અન્યાય થશે નહીં. તેમણે કહ્યું કે, જે વિદ્યાર્થીઓની ઉત્તરવહીને અસર થઈ છે તેની ખાસ કાળજી રાખવામાં આવશે. 


શિક્ષણ બોર્ડના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, જે પણ દોષીત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય થશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


જુઓ LIVE TV