ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો મેસેજ વાયરલ કરનારાને શિક્ષણ વિભાગે મોકલી નોટિસ
- ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન આપવામાં આવશે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા (social media) માં વાયરલ થયા
- આશિષ કાણઝરીયાએ કાયદાકીય પગલાથી બચવા 7 દિવસમાં સંતોષકારક જવાબ આપવાનો રહેશે
અતુલ તિવારી/અમદાવાદ :ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન આપવામાં આવશે તે પ્રકારના મેસેજ (message viral) સોશિયલ મીડિયામાં વહેતા કરનારની મુસીબત વધી છે. સોશિયલ મીડિયામાં ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન (mass promotion) અપાશે એવા મેસેજ વહેતા કરનાર પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે. નાયબ શિક્ષક નિયામક દ્વારા મેસેજ વહેતા કરનાર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. બોપલમાં રહેતા આશિષ કાણઝરીયાને ખુલાસો આ અંગે ખુલાસો આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
તાજેતરમાં ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન આપવામાં આવશે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા (social media) માં વાયરલ થયા હતા. ત્યારે આ મેસેજ વહેતા કરનાર પાસેથી નાયબ શિક્ષક નિયામક દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વહેતો કરાયેલો માસ પ્રોમોશન અંગેનો ખોટો મેસેજ જે નંબરથી વાયરલ થયો હતો, તે નંબર આશિષ કાણઝરીયા નામના શખ્સનો છે. જેઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે, તેમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો. આશિષ કાણઝરીયાએ કાયદાકીય પગલાથી બચવા 7 દિવસમાં સંતોષકારક જવાબ આપવાનો રહેશે.
આ પણ વાંચો : રાજકોટ : રસ્તામાં ગાડીઓને રોકીને વીડિયો બનાવ્યો, વાયરલ થતા પોલીસ દોડતી થઈ
ઉલ્લેખનીય છે કે, ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન આપવા અંગે સરકારે કોઈ જાહેરાત કરી નથી. છતાં મનઘડત રીતે ખોટું અર્થઘટન કરી માસુમ બાળકોને ગેરમાર્ગે દોરવા તેમજ સરકારની નીતિ વિરુદ્ધનું કૃત્ય કર્યા હોવાનું ગણાવી બોપલમાં રહેતા આશિષ કાણઝરીયા પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે. માસ પ્રોમોશન આપવા અંગે ખોટો મેસેજ વહેતો કરનાર આશિષ કાણઝરીયા 7 દિવસમાં જવાબ ન આપે તો તેઓ રજૂઆત કરવા માગતા ન હોવાનું માનીને કાયદાકીય પગલા લેવાશે તેવો પણ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો. કાયદાકીય પગલાથી બચવા 7 દિવસમાં આશિષ કાણઝરીયાએ ફરજીયાત સંતોષકારક જવાબ આપવાનો રહેશે.
આ પણ વાંચો : હથેળીમાં સમાઈ જાય તેટલા વજનનું બાળક સુરતમાં જન્મ્યું
આશિષ કાણઝરીયા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. જેઓએ સરકારને પત્ર લખ્યો હતો કે, તમે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. જેના બાદ તેમણે માસ પ્રમોશન આપવામા આવશે તે પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જે વાયરલ થયો હતો. આ બાદ તેમને આ ખુલાસો આપવાની જરૂર પડી છે.