અતુલ તિવારી/અમદાવાદ :5 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ (board exam) શરૂ થઈ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે વિશેષ એપ્લિકેશન (Application) તૈયાર કરવામાં આવી છે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે.


જરા પણ શરમ ન આવી ક્રુર લોકોને, ત્યજી દેવાયેલી બાળકીના શરીર પર ઢગલાબંધ ઈજાના નિશાન મળ્યાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એપ વિશે ડીઈઓ કચેરીના સિનિયર સુપરીટેન્ડન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, આ એપના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પર રવાના થતા તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ બોક્સ ખોલતા પહેલા તેના ફોટો પાડીને આ એપમાં અપલોડ પણ કરવાના રહેશે. તો સાથે જ તમામ વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીની સંખ્યા પણ એપ્લિકેશનમાં સ્થળ સંચાલકોએ અપલોડ કરવાની રહેશે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ બે ફોટોગ્રાફ 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન'માં અપલોડ કરવાના ફરજીયાત રહેશે.


આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત


આમ, બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે શિક્ષણ વિભાગની તૈયારી શરૂ થઈ છે. ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ ટેકનોલોજીના સહારે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિના બનાવો સામે આવ્યા બાદ મોટો હોબાળો થયો હતો, જેથી હવે શિક્ષણ વિભાગ પણ સતર્ક થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક