શિક્ષણ વિભાગના 2 આદેશ, વિદ્યાર્થીઓને ડિફેન્સ એક્સ્પો અને ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન બતાવો
અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે 18 થી 22 ઓક્ટોબર દરમિયાન DefExpo 2022નું આયોજન કરાયું છે. હાલ ભારતની ત્રણેય સેના દ્વારા રિવરફ્રન્ટ ખાતે રિહર્સલ કરાઈ રહ્યું છે. આ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ડિફેન્સ એક્સપોમાં લઈ જવા આદેશ કરાયો છે.
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે 18 થી 22 ઓક્ટોબર દરમિયાન DefExpo 2022નું આયોજન કરાયું છે. હાલ ભારતની ત્રણેય સેના દ્વારા રિવરફ્રન્ટ ખાતે રિહર્સલ કરાઈ રહ્યું છે. આ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ડિફેન્સ એક્સપોમાં લઈ જવા આદેશ કરાયો છે.
ગાંધીનગર અને અમદાવાદમાં યોજાઇ રહેલા ડિફેન્સ એક્સપો ખાતે વિદ્યાર્થીઓને લઈ જવા ડીઈઓ દ્વારા આદેશ કરાયો છે. શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામક દ્વારા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરાયો છે. શાળાના વિદ્યાર્થીઓ દેશની વ્યવસ્થા સુરક્ષા તેમજ સામર્થ્યથી અવગત થાય તે હેતુથી શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ડિફેન્સ એક્સ્પોની મુલાકાત કરાવવા આદેશ કરાયો છે.
આ પણ વાંચો : BREAKING: ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ રકત રંજીત બન્યો! 5 લોકોના કમકમાટીભર્યા મોત
18 થી 22 ઓક્ટોબર દરમિયાન ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર તથા હેલિપેડ ખાતે તેમજ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ડિફેન્સ એક્સપોનું આયોજન કરાયું છે. ડિફેન્સ એક્સપોની 12મી આવૃત્તિમાં ભૂમિદળ, નૌકા, વાયુદળ તેમજ અન્ય માતૃભૂમિ સુરક્ષા પ્રણાલીનું પ્રદર્શન યોજાશે. અદ્યતન સાધનો, ટેકનોલોજી તેમજ ડિફેન્સ ફોર્સિસ, એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની જાણીતી કંપનીઓ દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં વિશ્વસ્તરી આયોજન થઈ રહ્યું છે.
આ પણ વાંચો : પૂર્વ મંત્રી ગણપત વસાવાએ પણ માન્યું કે, ખરેખર દિલ્લીના ઠગોની એક જ વાત સાચી છે કે....
તો બીજી તરફ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ 55 એવોર્ડ્સ વિજેતા ગુજરાતી ફિલ્મ 'દિવાસ્વપ્ન' વિદ્યાર્થીઓને બતાવવા આદેશ કરાયો છે. શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામક દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરાયો છે. જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાનું પુસ્તક 'દિવાસ્વપ્ન' પરથી ગુજરાતી ફિલ્મ 'દિવાસ્વપ્ન' બનાવવામાં આવી છે. 'દિવાસ્વપ્ન'ને ભારત, અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, તુર્કી, જાપાન, સિંગાપુર જેવા અનેક દેશોમાં 55 એવોડ્સ અને 35 નોમિનેશન મેળવી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગવી ઓળખ અપાવી છે. 'દિવાસ્વપ્ન' ફિલ્મમાં ભાર વિનાના ભણતરની સાથે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે તેમજ પ્રાકૃતિક ખેતી જેવા વિષયનું આધુનિક સમયમાં કેટલું મહત્વ છે અને શિક્ષણ માટે કયા કયા પડકારો હાલ પ્રવૃત્તિ રહ્યા છે તેમજ તેનું શું સમાધાન હોઈ શકે જેવા વિષયો ઉપર સમગ્ર ફિલ્મ બનાવવામાં આવી છે.