સુરત ફેકટરીમાં આગ બાદ જ્ઞાન ગંગા સ્કૂલની મુલાકાતે એજ્યૂકેશન ઇન્સ્પેક્ટર
સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફરી એક આગના બનાવે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા. સુરતના ભટાર વિસ્તારમાં જ્ઞાન ગંગા સ્કૂલને અડીને આવેલી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાથી દોડધામનો મહોલ સર્જાયો હતો.
ચેતન પટેલ, સુરત: સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફરી એક આગના બનાવે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા. સુરતના ભટાર વિસ્તારમાં જ્ઞાન ગંગા સ્કૂલને અડીને આવેલી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાથી દોડધામનો મહોલ સર્જાયો હતો. આજે વહેલી સવારે ડીઇઓની ટીમના એજ્યૂકેશન ઇન્સ્પેક્ટર સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને આ ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ ડીઇઓને સુપરત કરવામાં આવશે.
વધુમાં વાંચો:- ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડી શકે?
ગુજરાતના આ સ્થળે થશે એશિયાની બીજી વોક ઇન એવીએરી હિલનું નિર્માણ
ત્યારે આજે વહેલી સવારે ડીઇઓની ટીમના એજ્યૂકેશન ઇન્સ્પેક્ટર સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સ્કૂલ સંચાલક દ્વારા સ્કૂલની માન્યતાવાળુ પ્રમાણ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, તે પ્રમાણપત્ર વર્ષ 2000ના વર્ષનું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત જ્યારે ફાયર સેફટીને લગતા કાગળો માગવામાં આવ્યા ત્યારે સ્કૂલ સંચાલક દ્વારા કાગળો સ્કૂલની અંદર હોવાનું રટણ રટવામાં આવ્યું હતું. હાલ અધિકારી દ્વારા આ અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ ડીઇઓને સુપરત કરવામાં આવશે.
જુઓ Live TV:-