• શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે શાળા ખોલવાના (schools reopening) નિર્ણય અંગે કહ્યું કે, કેબિનેટ બેઠકમાં શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાયો હતો.


હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની એસ.ઓ.પી ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવાશે તેવી જાહેરાત કરાઈ છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે શાળા ખોલવાના (schools reopening) નિર્ણય અંગે કહ્યું કે, કેબિનેટ બેઠકમાં શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે. દેશમાં આપણે શાળા ખોલવાના નિર્ણયમાં આપણે પહેલા નથી. ઓક્ટોબરમાં, સપ્ટેમ્બરમાં અને નવેમ્બરમાં પણ દેશના અન્ય રાજ્યોની શાળાઓ પણ ખોલવાનો નિર્ણય વિવિધ રાજ્ય સરકારે કરેલો છે.


આ પણ વાંચો : પહેલા ભૂજમાં પનિશમેન્ટ પોસ્ટીંગ થતું, હવે અહી પોસ્ટીંગ માટે લાઈન લાગે છે : અમિત શાહ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓએ વધુમાં કહ્યું કે, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને બિહાર સાત રાજ્યોએ સપ્ટેમ્બર મહિનામાં શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય લીધો હતો. પંજાબ અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં ઓક્ટોબરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશમાં નવેમ્બરથી શાળાઓ શરૂઆત થઈ. તમિલનાડુમાં નવેમ્બરથી અને મહારાષ્ટ્ર આપણી સાથે 23 નવેમ્બરથી શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય કરાયો છે


આ પણ વાંચો : ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે આપી મોટી દિવાળી ભેટ



બાળકોની સલામતી વિશે તેઓએ કહ્યુ કે, વાલી કે મા-બાપની મંજૂરી ભારત સરકારની sop ની ગાઈનલાઇન પ્રમાણે છે. સરકાર બાળકોની સલામતીમાંથી છટકવા માગતી નથી. આપણે સૌ જવાબદાર છે. કોઈ આ અંગે ગેરસમજ ન કરે એવી વિનંતી છે. ભારત સરકારની મંજૂરી પ્રમાણે જ આગળ વધીશું. આજે સવારે બધા રાજ્યો સાથે જેટલા બને એટલા શક્ય ઉત્તર પ્રદેશમાં ગુજરાતના પ્રભારી અને દિનેશ શર્મા સાથે મેં વાત કરી છે. ત્યાં શાળા-કોલેજ ચાલુ કર્યા પછી આજે પણ ચાલુ છે. બાકીના તમામ રાજ્યોમાં પણ શાળા-કોલેજ ચાલુ થયા પછી આજદિન સુધી ચાલુ છે.


આ પણ વાંચો : ગુજરાતના ગરીબ ખેડૂતનો જુગાડ કામ કરી ગયો, જુગાડુ બાઈકે ખેતીનો ખર્ચ 80% ઘટાડ્યો