ઝી ન્યૂઝ/ગાંધીનગર: સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2012 પછી સંગીત, ચિત્ર, વ્યાયામ શિક્ષકોની ભરતી જ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે ખાનગી શાળાના બાળકો કરતાં સરકારી શાળાના બાળકોમાં ગાયન-વાદન અને ચિત્રકળામાં પાછળ રહી જતા હતા. પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર હવે પ્રવાસી સંગીત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના 1753 પે, કેન્દ્રમાં પ્રવાસી તરીકે ભરતી કરશે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં જીતુ વાઘાણીએ ગુજરાત સરકાર પ્રવાસી સંગીત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો તે જણાવ્યો હતો. જેમાં ગુજરાતના 1753 પે, કેન્દ્રમાં પ્રવાસી તરીકે ભરતી કરશે. જેનાથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની બાળકના સર્વાંગી વિકાસની વિભાવનાને ચરિતાર્થ કરવામાં બળ મળશે અને ગુજરાતના સંગીતની લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક મળશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube