ઝી બ્યુરો, ગાંધીનગર: ગુજરાતમાં હવે ધો. 10 થી 12 માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ આપવામાં આવશે. ચાલુ વર્ષથી જ વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ અપાશે. વિવિધ 13 વિષયોમાંથી પોતાના મનગમતા વિષયની પસંદગી કરી શકાશે. આ તમામ એ વિષય છે જેમાંથી વિદ્યાર્થી વિષયની પસંદગી કરી શકે છે. 589 શાળાઓમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે વ્યવસાયની તાલીમ મળે અને ભવિષ્યમાં સ્વનિર્ભર બની શકે તે હેતુથી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જીતુ વાઘાણી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરી આ માહિતી શેર કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, શૈક્ષણિક સત્ર વર્ષ 2022 માં સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની 589 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી- અનુદાનિત શાળાઓમા જુદા-જુદા 13 ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવેલ છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓના વ્યવસાયલક્ષી જ્ઞાનમાં વધારો થશે. તેમજ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાની તકો મળી રહેશે.


[[{"fid":"396075","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યના આ પાંચ શહેરો માટે મુખ્યમંત્રીએ કરી જાહેરાત, આ વર્ગોના લોકો કરાઈ આ જોગવાઇ


શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી તાલીમ મળી શકે તે માટે 13 ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ખેતી, સિવણ કામ, વણાટ કામ, મિસ્ત્રી કામ, ઓટોમોટિવ, બ્યૂટિ અને વેલનેસ, બેન્કિંગ, ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સ, ઈલેક્ટ્રોનિક્સ, પ્લમ્બર, છૂટક વ્યાપાર, રમતગમત શારીરિક શિક્ષણ, પ્રવાસન અને હોસ્પિટાલિટી, આરોગ્ય જેવા વોકેશનલ વિષય દાખલ કરવામાં આવ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube