હિતલ પારેખ, ગાંધીનગર: આજે શિક્ષણમંત્રી દ્રારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેના લીધે અધ્યાપકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. છેલ્લા કેટલાક સમયથી અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવી છે. તારીખ 1-1-2006 થી યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રમોશન અટકાવવામાં આવ્યા હતા જે પુન:સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી 3 હજાર અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કીમ (CAS) નો લાભ મળશે. આ ઉપરાંત સીએએસની પરીક્ષા અને હીંદીની પરીક્ષાના નિર્ણયને દૂર કરવામાં આવ્યો છે. જેનો લાભ નિવૃત તથા હયાત અધ્યાપકોને લાભ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓ કાર્યરત અધ્યાપકોને પ્રમોશન માટે સીસીસી અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અંદાજે ૩૫૦૦થી વધુ અધ્યાપકોને લાભ થશે. તા. ૦૧-૦૧-૨૦૨૩ પછી જે અધ્યાપકો CAS હેઠળ પ્રમોશન મળવાપાત્ર હશે તેવા અધ્યાપકોએ CCC પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવાની રહેશે. 


શિક્ષણ મંત્રી વાઘાણી ઉમેર્યું કે, કોલેજોના અધ્યાપકોને તેમની સેવાઓ દરમિયાન  પ્રમોશન માટે CCC પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી. હવેથી આ પરીક્ષામાં મુક્તિ આપવાનો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. 


શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઉમેર્યું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુજરાત રાજય મહાવિદ્યાલય શૈક્ષિક સંધ, ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ, ગુજરાત રાજય સરકારી અધ્યાપક મંડળ જેવા વિવિધ અધ્યાપક મંડળોની સતત રજુઆતોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર ધ્વારા ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણના અનેક પ્રશ્નો કે જેના લીધે થઇ અને ગુજરાત રાજયના નોકરીમાં કાર્યરત તથા નિવૃત્ત થયેલા પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો પડતી હતી તેનું નિરાકરણ માટે આ નિર્ણયો કરાયા છે.


શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ કે,ગુજરાત રાજયના કોલેજ તથા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોના પ્રમોશન તા.૦૧/૦૨/૨૦૧૯ ના રોજ જી.આર.ની કલમ ૮ થી રોકવામાં આવેલ હતા તે કલમ ૮ રદ કરી કેરિયર એડવાઇન્સમેન્ટ સ્કીમ હેઠળના પ્રમોશન પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે લગભગ ૩૫૦૦ પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો દુર થશે તેમજ છેલ્લા ૬ વર્ષથી અટકેલા પ્રમોશનો તાત્કાલિક મળશે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube