ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યની શાળાઓ હવે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી નહીં ઉઘરાવી શકે અને જો વધારે ફી લેવાશે તો કાયદેસરના પગલા ભરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવી છે. તાજેતરમાં જ શાળાઓને મનમાગી ફી નહીં ચૂકવનાર વિદ્યાર્થીઓને કાઢી મૂકવાના કિસ્સાઓ સામે આવ્યા છે. એફઆરસીએ નક્કી કરેલી ફી નહીં માનનારી સ્કૂલોએ પણ હવે એફઆરસીએ નક્કી કરેલી ફી જ માન્ય રાખવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કૂલોમાં ફી મામલે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની કોઈ પણ શાળા હોય તે શાળા FRC વિરુદ્ધ ફી લેતા હોય તેની સામે સરકાર પગલાં લેશે. કોઈ પણ સ્કૂલની મનમાની ધ્યાને આવશે તો તેની સામે કડકમાં કડક એક્શન લઈશું.


અમદાવાદની વચ્ચોવચ તૈયાર કરાયું BAPS નું સ્મુતિ મંદિર, શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની સાથે જોડાયેલી છે અનેક યાદો


તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્ય સરકારના આદેશને ધોઈને પી ગયેલા સંચાલકો ફી મુદ્દે પોતાની મનમાની ચલાવી રહેલા જોવા મળી રહ્યા છે. અગાઉ અનેક વખત FRCના નિયમ વિરુદ્ધ સ્કૂલ ફી ઉઘરાવતી હોવાનો આરોપ લાગી ચૂક્યા છે. એટલું જ નહીં, વાલીઓ વધુ ફી ન આપે તો બાળકોને શાળા સંચાલક અને પ્રિન્સિપાલ પરેશાન કરે છે. જેમાં બાળકોને પરિણામ ન બતાવવુ, શાળામાં ન બેસવા દેવા, કાઢી મૂકવા જેવા દુર્વ્યવહાર કરી બાળકો પર ત્રાસ થઈ રહ્યો છે. 


ભાવનગરમાં માતા-પુત્રી પર પાડોશમાં રહેતા શખ્સે કર્યું ધડાધડ ચાર રાઉન્ડ ફાયરીંગ, જાણો શું હતો સમગ્ર મામલો?


પ્રાથમિક શિક્ષકોની બદલી માટે મોટી જાહેરાત
પ્રાથમિક શિક્ષકોની બદલી માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં પ્રાથમિક શિક્ષકોની બદલીની જોગવાઈ ઘટાડીને 5 વર્ષ કરાઈ છે. અગાઉ શિક્ષકની બદલી માટે 10 વર્ષની જોગવાઈ હતી. પતિ-પત્નીના કિસ્સાની પણ જાહેરાત કરવામાં આવશે. બે દિવસમાં શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરશે. શિક્ષકોની બદલી માટે ગૃહમાં આજે જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube