ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર એક પછી એક છૂટછાટ આપી રહી છે. આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલ અને આંગળવાડીઓ શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ મંત્રી જીતુ વાઘીએ આજે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ શરૂ થશે. 17મી ફેબ્રુઆરીથી (ગુરુવાર) થી કોરોનાની SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, વાલીઓની સંમતિ સાથે રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલ શરૂ થશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું. રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો અને કોલેજો ચાલું છે. સ્કૂલો અને કોલેજોમાં SOP ગાઇડલાઇનનું પાલન થઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે બાલમંદિર એટલે કે પ્રિ-સ્કૂલ મુદ્દે પણ વાત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube