`એક રાખી સૈનિકો કે નામ` સુરતની 11 યુવતીઓ બાઈક પર નડાબેટ પહોંચી જવાનોને બાંધશે રાખડી
આ મહિલા બાઈકર્સને સુરતના મેયર હેમાલી બોઘાવાળા દ્વારા ફલેગમાર્ચ આપી હતી. `એક રાખી સૈનિકો કે નામ` સાથે નીકળેલ યુવતીઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે પહોંચશે
તેજસ મોદી, સુરત: દેશમાં રહેતા લોકો સુખ શાંતિ સાથે રહે તે માટે આપણી રક્ષા દેશના જવાનો કરી રહ્યા છે. દેશની દીકરીઓ પણ સરહદ પર દેશની રક્ષા કરનાર જવાન ભાઈઓની રક્ષા માટે સુરતથી અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ બોર્ડર જવા નીકળી છે. આ મહિલા બાઈકર્સને સુરતના મેયર હેમાલી બોઘાવાળા દ્વારા ફલેગમાર્ચ આપી હતી. 'એક રાખી સૈનિકો કે નામ' સાથે નીકળેલ યુવતીઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે પહોંચશે અને ત્યાંથી નડાબેટ બોર્ડર પોહચી જવાનોને રાખડી બાંધી જવાન ભાઈઓના લાંબા આયુષ્યની પ્રાર્થના કરશે...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહ્યી છે. ત્યારે સુરતની અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ જઈ રહેલ ડો. મીયું ચાવડાએ જણાવ્યું હતું કે, અમે એક રાખી સૈનિકો કે નામ સાથે નીકળીએ છીએ અને સાથે દુરૈયા મુસ્તફા તાકીયા પણ સાથે અન્ય 9 યુવતીઓ પદ્મશ્રીથી સન્માનિત થયેલ અને સુરતમાં દિવ્યાંગ શાળા અને હોસ્પિટલના સંચાલક કનુભાઈ ટેલરના આશીર્વાદ લઇ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે આવેલ દેશની બોર્ડર પર જવા માટે નીકળ્યા હતા. સાથે રસ્તામાં આવતા તમામ ગામો અને શહેરોમાં હર ઘર તિરંગાના ભાગરૂપે તિરંગા નું વિતરણ પણ કરશે અને દેશના માં સીમની રક્ષા કરતા સૈનિકભાઈ ઓ સાથે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube