ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 25 સીટો પર મંગળવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન દાહોદ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર દ્વારા બૂથ કેમ્પચિંગ કરવામાં આવ્યું હતું. હવે ચૂંટણી પંચે પણ બૂથ કેપ્ચરિંગ થયાનો સ્વીકાર કર્યો છે. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલે આજે ગાંધીનગરમાં કહ્યું કે દાહોદ મતદાન કેન્દ્ર પર વાયરલ થયેલા વીડિયોમાં બૂથ કેમ્પરિંગ થયું છે. નોંધનીય છે કે દાહોદ લોકસભા વિસ્તારના મહીસાગર જિલ્લાના રથમપુરમાં બૂથ કેપ્ચરિંગ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય ચૂંટણી પંચનું નિવેદન
રાજ્ય ચૂંટણી પંચે આ અંદે કહ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારીએ રાત્રે વોટ્સએપ દ્વારા ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે આજે સ્કૂટિંગનો દિવસ છે. ત્યાં ચર્ચા થશે અને ત્યારબાદ ફેર મતદાન અંગે નિર્ણય કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે આ અંગે પોલીસને ફરિયાદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. વાયરલ વીડિયો અને બૂથ કેપ્ચરિંગની ઘટનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, સૌથી વધુ મતદારો ખેંચ્યા


સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલે કહ્યું કે બૂથ પર હાજર ચૂંટણી અધિકારીની કામગીરી અંગે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી અંગે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી પાસે સમગ્ર ઘટના અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ એ બૂથ પર ફેર મતદાન કરાવવું કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.


સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વીડિયો
ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું. પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર મોટી ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ હતી. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. 


આ પણ વાંચોઃ મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!


ભાજપ નેતાના પુત્રની દાદાગીરી
દાહોલ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહિ, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી.