બૂથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય : પરથમપુરમાં ફરીથી થશે મતદાન
Booth Capturing In Gujarat : મહીસાગરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ.. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને બોગસ વોટિંગ કર્યાનો આરોપ.. વીડિયો વાયરલ થતા કોંગ્રેસ ઉમેદવારે કરી કલેક્ટરને ફરિયાદ..
Loksabha Election 2024 : મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યાની ઘટનાએ ચૂંટણીં પંચને દોડતું કર્યુ હતું. ત્યારે હવે દાહોદ લોકસભામાં બુથ કેપ્ચરિંગ અંગે મોટા સમાચાર આવ્યા છે. બુથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે ફરીથી મતદાનનો નિર્ણય લીધો છે. મહીસાગરના પરથમપુરા બુથ પર પુનઃ મતદાન યોજાશે. હવે 11 મેના રોજ સવારે 7થી સાંજના 6 સુધી પુનઃ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. 11 તારીખે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રીપોલ કરાશે. બુથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે.
ભાજપના નેતાના પુત્રએ બૂથ હાઈજેક કર્યુ હતું
દાહોલ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહિ, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી. કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. વિજય ભાભોરે EVM પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી. સમગ્ર વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બુથ કેપ્ચરીંગની આ ઘટના લાઈવ નિહાળી હતી.
ખાણીપીણીની શોખીનો માટે મોટો ઝટકો : ડુંગળી-બટાકા, ટામેટાના ભાવ વધતા મોંઘી થઈ વેજ-થાળી
ચૂંટણી પંચના આદેશને આવકારીએ છીએ - કોંગ્રેસ
દાહોદ લોકસભા બેઠકના પરથમપુર ગામે બુથ કેચરિંગનો મામલે કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા હતા. જેના બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે 11 તારીખે બૂથમાં પુનઃ મતદાનનો આદેશ આપ્યો છે. નવા આદેશ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ કહ્યું કે, ચૂંટણી પંચના આદેશને આવકાર્યો છે. પણ આવું આ એકજ જગ્યાએ નહતું થયું, રાજ્યના અન્ય કેટલાય સ્થળે ગેરરીતિ થઇ હતી. અમે તમામ મામલે ફરિયાદ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી થઇ નથી.
ચૂંટણી પંચને સોંપાયો હતો રિપોર્ટ
બુથ કેપ્ચરિંગના મામલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પંચને વેહલી સવારે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. પરથમપુર મતદાન મથકમાં કેટલાક મત અનધિકૃત રીતે પડ્યા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. ચૂંટણી પંચે દિલ્હી મુખ્ય ચૂંટણી કમિશનરને રિપોર્ટ મોકલી માર્ગદર્શન માંગવામાં આવ્યુ હતું. મતદાન મથકનું ફરી રી-પોલ કરવું કે નહીં એ અંગે પણ દિલ્હી ચૂંટણી કમિશનરના માર્ગદર્શન બાદ નિર્ણય લેવાયો હતો.
હવે અમદાવાદ એરપોર્ટથી સીધા વડોદરા જવાની AC વોલ્વો બસ મળશે, શરૂ થઈ નવી બસ સર્વિસ
અધિકારીઓને આવ્યું હતું તેડું
બુથ કેપ્ચરિંગ વાયરલ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી દરમિયાન પરથમપુરમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓને મહીસાગર ચૂંટણી અધિકારીનો બુલાવો આવ્યો હતો. સમગ્ર મામલે ચાર કર્મચારીઓને નોટિસ ફટકારાઈ છે. જેમાં પ્રિસાઇડિંગ સહિત ત્રણ લોકોને મહીસાગર ચૂંટણી અધિકારીનું ગુરુવારે સવાર સવારમાં તેડું આવ્યું હતું. આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા હતા.
આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ