રોડ શોમાં દર 5 વાહન પછી કાફલો છૂટો પાડવાનો રહેશે
- ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી
- શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયા
- પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મૂકવા સૂચન કરાયું
હિતલ પારેખ/ગાંધીનગર :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Polls) ને લઈ કોવિડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી અયોગે કોવિડ ગાઈડલાઈન (corona guideline) જાહેર કરી છે. કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગરપાલિકાઓ અને તાલુક કક્ષાએ નોડલ ઓફિસરની નિમણૂંક થશે. જેમાં ચૂંટણીમાં પ્રચાર (election campaign) ને લઈને વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર (door to door campaign) માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયા છે. જો કોઈ કોવિડથી સંક્રમિત ઉમેદવાર હોય તો તેણે ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. મેળાવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપાઈ છે. પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ (social distance), માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મૂકવા સૂચન કરાયું છે.
આ પણ વાંચો : અથાગ મહેનતનું પરિણામ : સુરતના 2 TRB જવાનોનું ITBP અને CISF માં થયું સિલેક્શન
ફેબ્રુઆરીમાં 6 મહાનગરપાલિકા, 6 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી (Gujarat Local Body Polls) યોજાનાર છે. ત્યારે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો અને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પર કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat માં બાળકો સુધી પહોંચ્યો ક્રાઈમ, 13 વર્ષના બાળકે તેના મિત્રની કરી હત્યા
- ચૂંટણીમાં કાર્યરત રહેનાર દરેક વ્યક્તિએ ફેસ માસ્ક પહેરવાનું રહેશે. સમયાંતરે હાથ સેનેટાઈઝ (sanitization) કરવા પડશે. તે માટે સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવાની રહેશે.
- ચૂંટણીમાં કાર્યરત દરેક કર્મચારીનું તાપમાન થર્મલ ગનથી માપવાનું રહેશે.
- કોવિડ ગાઈડલાઈન મુજબ ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ ડોર ટુ ડોર ઝુંબેશમાં જઈ શકશે
- રોડ શોમાં દર 5 વાહન પછી કાફલો છૂટો પાડવાનો રહેશે. બે કાફલા વચ્ચે 100 મીટરના અંતરને બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનો રહેશે.
- જાહેર સભામાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મેદાનો પર અગાઉથી નક્કી કરવાના રહેશે. સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત રહેશે.
- ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક-સોશિયલ માધ્યમથી કરવાનો રહેશે.
- કોરોના સંક્રમિત ઉમેદવારોએ તેમનો પ્રચાર ઈલેક્ટ્રોનિક માધ્યમો પૂરતો મર્યાદિત રાખવાનો રહેશે. તેમને પ્રચારમાં સામેલ થવા કે પ્રચારના સ્થળે પ્રત્યક્ષ હાજર રહેવાની છૂટ આપવામાં નહિ આવે.