નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગરમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીને લઈ આજે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ (shaktising gohil) અને વિપક્ષના નેતા પરેશ ધનાણી (paresh dhanani) ની હાજરીમાં ઉમેદવારોના પ્રચાર અર્થે એક બાઈક રેલી અને કાર્યકરો માટે મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભાવનગરના ચિત્રા ખાતેથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં શક્તિસિંહ ગોહિલ તેમજ પરેશ ધાનાણી, તળાજાના ધારાસભ્ય તેમજ પૂર્વ નગરસેવકો અને કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામા જોડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર તેજ
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોના પ્રચારમાં આવેલા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને મોંઘવારીને લઈને જણાવ્યું હતું કે આ વર્ષે મોંઘવારીના કારણે ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવશે તે નક્કી છે.  તેમને જણવ્યું હતું પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ઉંચા ભાવ માટે ભાજપ જ જવાબદાર છે. પ્રજા આ ચૂંટણીમાં મોંઘવારીનો જવાબ આપશે તેમજ તેમને એમ પણ જણાવ્યું હતું કે કૃષિના કાળા કાયદાએ ખેડૂતો માથે અત્યાચાર ગુજાર્યો છે.


આ પણ વાંચોઃ મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં, કહ્યું- પોલીસતંત્ર અને કલેક્ટરને મારા ખિસ્સામાં લઈને ફરુ છું


ચૂંટણીમાં ભાજપને મળશે જવાબ
નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ભાજપને જડબાતોડ જવાબ આપશે. તાજેતરમાં જે સીટો બિન હરીફ થઈ તે ભાજપ દ્વારા શામદામદંડની નીતિથી થઇ છે તેમ પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. શક્તિસિંહએ ચૂંટણીપક્ષ તટસ્થ કામગિરી નથી કરી રહી તેનું ઉત્તમ ઉદાહરણ પાલીતાણાના 32 ઉમેદવારોને માન્ય રાખવાનો હુકમ કોર્ટે કર્યો છે. જેના ઉપર થી ખબર પડે છે કે ભાજપ તમામ ક્ષેત્રે  શામ  દામ અને દંડની નીતિ અપનાવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube