કૃતાર્થ જોશી/અમદાવાદ : હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT: ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ


ગુજરાતમાં 30 એપ્રીલ સુધી તમામ જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ ફરમાવાયો છે. સમગ્ર ગુજરાતમાં લગ્ન સમારંભ સિવાયનો કોઇ પણ જાહેર મેળાવડો કરી શકાશે નહી. લગ્ન સમારંભ હોય તો 100 લોકો અને અન્ય કોઇ કાર્યક્રમમાં 50થી વધારે લોકોને હાજર રાખી શકાશે નહી. જો કે આ તમામ નિયમોમાંથી મોરડા હડફ અને ગાંધીનગરને છુટકારો આપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ બંન્ને સ્થળે ચૂંટણી હોવાના કારણે સરકાર દ્વારા આ નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. 


હવે માત્ર 11 હજાર રૂપિયા ભરો અને સોમનાથ મંદિરના પટાંગણમાં કરો લગ્ન, તમામ વ્યવસ્થા ટ્રસ્ટ કરશે!


મુખ્યમંત્રીએ પોતાની જાહેરાત દરમિયાન સ્પષ્ટતાપુર્વક જણાવ્યું હતું કે, મોરવા હડફ અને ગાંધીનગરને આ નિયમોમાંથી છુટછાટ અપાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષોની બેશરમીથી નાગરિકો અને ખાસ કરીને વેપારીઓમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના નાગરિકોમાં પણ ચૂંટણીઓના નામે થયેલા તાયફા બાદથી જ નાગરિકોમાં સરકાર અને ચૂંટણીઓ પ્રત્યે ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં સરકારે આ નિર્ણય લેતા નાગરિકોમાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube