Election Rally: કોંગ્રેસને મૂળમાંથી ઉખેડી ફેંકો, છોટાઉદેપુરની ચૂંટણી સભામાં બોલ્યા રૂપાલા
ખેડૂત આંદોલન અંગે પણ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે પંજાબમાં માર્કેડ યાર્ડના સંચાલકોને મળતા આઠ ટકા કમિશન માટે આ આંદોલન થઈ રહ્યું છે, અને કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે.
જમીલ પઠાણ, છોટાઉદેપુર: કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ (Purshottam Rupala) આજે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર APMC ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. સભામાં રૂપાલાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવાની સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શહેરો કરતા બમણા મત આપવા આહવાન કર્યું હતુ.
મહાનગર પાલિકા ઓમાં પ્રચંડ વિજય બાદ હવે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કબ્જે કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ આજે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર APMC ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી. કેન્દ્રીય મંત્રીએ પોતાની આગવી શૈલીમાં કોંગ્રેસ ઉપર કટાક્ષ અને આકરા પ્રહાર કર્યા હતા. રૂપાલાએ જણાવ્યું કે પહેલા તબક્કા બાદ કોંગ્રેસમાં પ્રચારનો નહિ પરંતુ રાજીનામાંનો દૌર ચાલી રહ્યો છે. તો કોંગ્રેસને કાંટાળા બાવડ સાથે સરખાવી મૂળમાંથી ઉખાડી ફેંકવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.
આ પણ વાંચોઃ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'ના નામનો વિરોધ કરી રહેલા લોકોને નીતિન પટેલે આપ્યો જવાબ
ખેડૂત આંદોલન અંગે પણ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે પંજાબમાં માર્કેડ યાર્ડના સંચાલકોને મળતા આઠ ટકા કમિશન માટે આ આંદોલન થઈ રહ્યું છે, અને કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. મોદી સરકારે ખેડૂતો માટે કરેલા કામોને ગણાવ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં અમદાવાદના સ્ટેડિયમના નામ બદલવા ઉપર કોંગ્રેસના વિરોધ ના સવાલ ઉપર રૂપાલાએ જવાબ આપતા જણાવ્યું કે કોંગ્રેસને સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર જવાની ફુરસત નથી. એ સરદાર સાહેબનો સવાલ અમને કેવી રીતે કરે. તો પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગેના સવાલ ઉપર કેન્દ્રીય મંત્રીએ જવાબ આપતા કહ્યું કે મતદાનના પરિણામ પછી આવા સવાલ કેવી રીતે પૂછો?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube