એવું શું થયું કે 100 વર્ષ જૂની ધી સુરત પીપલ્સ કો.ઓ.બેન્કના ડિરેક્ટરોએ એકસાથે આપી દીધાં રાજીનામા?
સુરત પીપલ્સ બેંકના 101 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આખે આખા બોર્ડ ઓફ મેનેજમેન્ટની 13 બેઠકોની ચૂંટણી યોજાઈ છે. રાજકીય પરિમાણો વચ્ચે યોજાઈ રહેલો આ રોચક જંગ સહકારી બેન્કિંગ સેકટરમાં એક નવી દિશા આપી છે.
પ્રશાંત ઢીવરે/સુરત: 100 વર્ષ જૂની ધી સુરત પીપલ્સ કો.ઓપરેટિવ મલ્ટી સ્ટેટ બેન્કનાં 13 ડિરેક્ટરોની ચૂંટણી આજે અઠવાગેટ વનિતા વિશ્રામ ખાતે યોજાઈ છે. સુરત પીપલ્સ બેંકના 101 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આખે આખા બોર્ડ ઓફ મેનેજમેન્ટની 13 બેઠકોની ચૂંટણી યોજાઈ છે. રાજકીય પરિમાણો વચ્ચે યોજાઈ રહેલો આ રોચક જંગ સહકારી બેન્કિંગ સેકટરમાં એક નવી દિશા આપી છે.
ગુજરાતના વીર અમર રહેજો! બાળકનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહે શહીદી વ્હોરી, રડી.
સુરત શહેરના વનિતા વિશ્રામમાં 150 મથકો પર મતદાન યોજવામાં આવ્યું છે. 87 હજાર મતદારો 26 ઉમેદવારનું ભવિષ્ય નકકી કરવા જઈ રહ્યા છે. વિકાસ- સહકાર પેનલ સામે ટક્કર જોવા મળી રહી છે. વર્ષ 2016 કરતાં વધુ મતદાનની શક્યતા જોવા મળી રહી છે. ચૂંટણીમાં સહકાર પેનલના 20 ઉમેદવારોમાંથી 13 ઉમેદવારો મેદાનમાં છે. અન્ય 4 ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો છે. જ્યારે વિકાસ પેનલમાં 14 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ટેકો જાહેર કર્યો છે. વર્ષ 2016-17માં યોજાયેલી ચૂંટણીમાં અંદાજે 3 હજાર ઉમેદવારોએ જ મતદાન કર્યુ હતું. આ વર્ષે કુલ 87 હજાર મતદારોમાંથી વધારેમાં વધારે મતદાતાઓ મતદાન કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 15 લોકોના મોત, અનેક ઘાયલ
મુકેશ ગજ્જર, સુનિલ મોદી, સંજીવ તમાકુવાલા અને અમિત દિલીપભાઈ ગજ્જર પ્રેરિત સત્તાધારી સહકાર પેનલ અને શહેર ભાજપના મહામંત્રી અને બેંકના વર્તમાન ચેરમેન મુકેશ દલાલ અને માજી પ્રમુખ યવદનભાઈ બોડાવાલા પ્રેરિત પરિવર્તન પેનલે ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવ્યું હોવાથી 12,000 થી 15,000 જેટલું મતદાન થઈ શકે એવા અંદાજને પગલે ચૂંટણી અધિકારીને મતદાન મથક બદલીને વનિતા વિશ્રામ કર્યું હતું.
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં જોવા મળ્યો દીપડો, દર્શનાર્થીઓમાં ભયનો માહોલ