ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષની પેનલ બની વિજયી, ફટાકડા ફોડી કરી ઉજવણી
સ્વામીનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીના પરિણામ વી ગયા છે. જેમાં દેવ પક્ષના 4 ઉમેદવારોની પેનલ વિજયી બની છે. જ્યારે આચાર્ય પક્ષના ઉમેદવારોના ત્રણ ઉમેદવારની જીત થઇ છે. જ્યારે ગઈકાલે ઉત્સાહપૂર્ણ રીતે મતદાન થયું હતું. સવારે 8 કલાકથી ગઢડાની કન્યા શાળા ખાતે મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી ગણતરી માટે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.
બ્રિજેશ દોશી/ગઢડા: સ્વામીનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીના પરિણામ વી ગયા છે. જેમાં દેવ પક્ષના 4 ઉમેદવારોની પેનલ વિજયી બની છે. જ્યારે આચાર્ય પક્ષના ઉમેદવારોના ત્રણ ઉમેદવારની જીત થઇ છે. જ્યારે ગઈકાલે ઉત્સાહપૂર્ણ રીતે મતદાન થયું હતું. સવારે 8 કલાકથી ગઢડાની કન્યા શાળા ખાતે મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી ગણતરી માટે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.
ફટાકડો ફોડીને કરી જીતની ઉજવણી
જીતનાર પક્ષના ઉમેદાવારો દ્વારા ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી છે. દેવપક્ષના સાધુઓએ જીત બાદ પહેલી આરતી કરી અને થોડીવારમાં ટ્રસ્ટનો ચાર્જ સંભાળશે. પાર્ષદ વિભાગમાં રમેશભગત ગુરુ સામે વિપુલભગતનો જંગ થયો હતો. ગૃહસ્થ વિભાગમાં બંને પક્ષે 4 -4 ઉમેદવારોનો જંગ થયો હતો. ગઈકાલે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. સાધુ વિભાગમાં 99 ટકા, પાર્ષદ વિભાગમાં 98 ટકા અને ગૃહસ્થ વિભાગમાં 72 ટકા મતદાન નોંધાયું હતું.
અટપટુ, પણ રસપ્રદ છે ગઢડા સ્વામીનારાયણ મંદિરની ચૂંટણીનું ગણિત, તેથી જ યોજાય છે ચૂંટણી
13 વર્ષ બાદ યોજાઈ ચૂંટણી
13 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીને લીને પ્રતિસ્પર્ધી પક્ષો તથા મતદારોમાં પણ બહુ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઢડાના ગોપીનાથજી મંદિરમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવે છે. છેલ્લા 13 વર્ષથી ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને કોર્ટ કાર્યવાહીના વિવાદ અંતે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નિવૃત હાઈકોર્ટ જજની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ હતી. સંપૂર્ણ ચૂંટણી પ્રોસેસ યોજવાના આદેશ બાદ ગઈકાલે મતદાન હાથ ધરાયુ હતું. મંદિરનું સુકાન સંભાળવા માટે ત્યાગી વિભાગની ત્રણ બેઠક અને ગૃહસ્થ વિભાગની ચાર મળી કુલ સાત બેઠક પર ચૂંટણી યોજવા જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું.