અમદાવાદ : ગુજરાતમાં આગામી નવેમ્બરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે, જો કે કોરોનાની હાલની સ્થિતીની સમીક્ષા કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા રદ્દ રાખવામાં આવી છે. તમામની મુદ્દત નવેમ્બરમાં પુરી થઇ રહી છે. જો કે રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની છે. જો કે પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી ખુબ જ ઝટીલ હોવાના કારણે અને કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને આ ચૂંટણી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટાચૂંટણી 2020: લાંબા મનોમંથન બાદ કોંગ્રેસે પાંચ બેઠકો પર મજબુત કરતા વફાદારોને આપી ટિકિટ


પાંચ મહાનગરોમાં ડિસેમ્બરમાં  પુર્ણ થઇ રહી છે ટર્મ
આ ચૂંટણી પંચ અંગે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવાયું છે કે, આગામી ત્રણ મહીના પછી કોરોનાની સ્થિતીનિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી 2015માં યોજાઇ હતી. જેની મુદ્દત ડિસેમ્બરમાં પુર્ણ થઇ રહી છે. 


પાટણવાવનો કોઝ વે ધોવાયો, અંદરથી નિકળ્યો કૌભાંડનો કચરો જોઇને સ્થાનિકો પણ આશ્ચર્યચકિત


જો ડિસેમ્બર સુધીમાં ચૂંટણી ન થાય તો?
જો ડિસેમ્બર સુધીમાં ડિસેમ્બર સુધીમાં ચૂંટણી ન યોજાય અને મુદ્દત પુર્ણ થઇ જાય તેવી સ્થિતીમાં સ્થાનિક સ્વરાજના માળખામાં વહીવટદાર નિમવામાં આવતા હોય છે. અથવા તો વિધાનસભામાંથી ખાસ બિલ પાસ કરીને હાલના માળખાની મુદ્દત વધારવાની હોય છે.


ગુજરાતમાં અશાંતધારામાં સુધારા, જો મકાન ભાડે હોય તો ખાસ વાંચો નહી તો પસ્તાશો

અલગ અલગ કર્મચારી મંડળો દ્વારા ચૂંટણીનો થયો હતો વિરોધ
રાજ્યની 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ 3 નવેમ્બરે યોજાનારી છે. ત્યારે પાલિકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પણ નવેમ્બર ડિસેમ્બરમાં નિયત સમયે યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જો કે આ ચૂંટણી દરમિયાન ચૂંટણી લક્ષી કામગીરી માટે સરકારી કર્મચારીઓ ફાળવવામાં આવે તે પહેલા જ અલગ અલગ મંડળો દ્વારા કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને તેનો વિરોધ ચાલુ કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube