ઝી બ્યુરો/અમદાવાદ: ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત રાજ્યભરમાં તા.17 નવેમ્બર તથા તા.23 અને 24 નવેમ્બર, 2024 ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રહ્યો છે મોટો ખતરો! ગુજરાતીઓ ભોગવવા તૈયાર રહેજો, અંબાલાલે કીધું એટલે 'ફાઈનલ'


મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત યોજાનાર ખાસ ઝૂંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી બુથ લેવલ ઑફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. આગામી તા.01.01.2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. સાથે જ જે યુવાઓના તા.01.01.2025 થી તા.01.10.2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ ઍડવાન્સ ઍપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટરમાં તેમનું નામ નોંધાવી શકશે. 


ગુજરાતના 5000 લોકોને આ ક્ષેત્રમાં રોજગારી મળશે! ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઊમે


આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે. વધુમાં ખાસ ઝૂંબેશના દિવસો સિવાય તા.28.11.2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું  તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકશે. સાથે જ જરૂર જણાયે અરજી પણ રજૂ કરી શકશે.


ટ્રંપના જીત્યા પછી અમેરિકા ચાલ્યા ગૌતમ અદાણી, બનાવ્યો 10 અરબ કરોડનો મેગા પ્લાન


ખાસ ઝુંબેશના દિવસોએ મતદાન કેન્દ્રો પર ઉપસ્થિત બુથ લેવલ ઑફિસર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય દિશાનિર્દેશ આપવા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારી સહિત રાજ્યના ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારતના ચૂંટણી પંચની મતદારયાદીને લગતી માર્ગદર્શિકા અનુસારની કાર્યપ્રણાલીનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા તમામ જિલ્લાના વિવિધ મતદાન મથકોની આકસ્મિક મુલાકાત પણ લેવામાં આવશે.


રાજકોટ સુધી લંબાયા હોસ્પિટકાંડના તાર! ડો. પટોલીયાના હસતા ચહેરા પાછળ છૂપાયેલા છે ભેદી


ન્યાયી અને સુગમ ચૂંટણીઓ માટે મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા ખાસ ઝૂંબેશ દિવસ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે. 


ઓમ બિરલાએ પુત્રીના લગ્ન શું મુસ્લિમ સાથે કરાવ્યા?Fact Checkમાં સામે આવ્યું સત્ય


અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની Voter Helpline App અને ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ http://voters.eci.gov.in/ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની વેબસાઈટ https://ceo.gujarat.gov.in/Index પરથી ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે.