ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગશે
Electric Heating Jacket : સુરતમાં આ વખતે સુરતમાં ઈલેક્ટ્રિક બફર જેકેટ જોવા મળી રહ્યા છે. જાપાનીઝ બનાવટના આ જેકેટમાં હીટિંગ પેડ અને એક કેબલ આપવામાં આવ્યો છે. જેને પાવરબેંક સાથે કનેક્ટ કરતા જ તે શરીરને વધુ ઉષ્મા આપે છે
electric puffer jacket : હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવું પણ એટલું જ અનિવાર્ય થઈ જતું હોય છે. ત્યારે દર વર્ષે જેકેટ અને સ્વેટરની અલગ અલગ વેરાયટી માર્કેટમાં મળતી હોય છે. આ વર્ષે માર્કેટમાં ઈલેક્ટીક પફર જેકેટ નવા આવ્યા છે. જે કોઈ પણ પાવરબેંકની મદદથી 5 સેકન્ડમાં તમારા શરીરને ગરમાવો આપશે. મેડ ઈન જાપાનનું આ જેકેટ ૨૦૦૦ રૂપિયાથી શરુ થાય છે. તેમજ ૧૦ હજાર mah પાવરબેન્કમાં ૨-૩ કલાક તેમજ ૨૦ હજાર mah ની પાવર બેન્કમાં ૪-૫ કલાક સુધી ગરમ રાખે છે
શરીરને ગરમ કરવું જેકેટ ચર્ચામાં
દર વર્ષે શિયાળાની સિઝન શરુ થતાની સાથે જ સુરતમાં તિબેટિયન માર્કેટ ભરાતું હોય છે. જેમાં દર વર્ષે અલગ અલગ પેટર્ન અને સ્ટાઈલના સ્વેટર તેમજ જેકેટ સુરતીઓ આ માર્કેટમાંથી ખરીદતા હોય છે. જોકે આ વર્ષે માર્કેટમાં નવા આવેલા બફર જેકેટ સુરતીઓ ખરીદી રહ્યા છે. અડાજણ ખાતે આવેલા તિબેટીયન માર્કેટમાં પાવરબેન્કથી ચાલતુ જેકેટ ચર્ચામાં છે. જાપાનીઝ બનાવટનું આ જેકેટની પોકેટમાં એક પોર્ટબલ કેબલ આપવામાં આવ્યો છે. જેને પાવરબેન્ક સાથે કનેક્ટ કરતાની સાથે જ પાંચ જ સેકન્ડમાં શરીરને ગરમાટો આપશે.
જેકેટની ખાસિયત
આ ઉપરાંત ટેમ્પરેચર માટે લો, મીડીયમ અને હાઈ એમ ત્રણ અલગ અલગ લેવલ રાખવામાં આવ્યા છે, જે વપરાશકર્તા પોતાની જરીયાત પ્રમાણે એડજસ્ટ કરી શકે છે. આ જેકેટ વજનમાં હળવું છે અને સ્ટાઈલિશ છે જેથી તેને કેઝયુઅલ ડ્રેસ તરીકે પણ પહેરી શકાય છે. આ ઉપરાંત લાંબી મુસાફરી કરતા બાઈક રાઈડર્સ તેમજ રાત્રે કડકાની ઠંડીમાં કામ કરતા લોકો માટે આ જેકેટ હીટરનું કામ કરે છે.
ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહી
આ જેકેટની વિશેષતા એ છે કે તે શિયાળામાં જ નહીં પણ બીજા મોસમમાં પણ ઉપયોગી છે. કારણ કે તમે હીટીંગ પેડને બંધ કરીને તેને સામાન્ય જેકેટની જેમ પણ પહેરી શકો છો. આ જેકેટ ઈલેક્ટ્રીક હોવાની સાથે વૉશેબલ પણ છે એટલે તેને સરળતાથી અન્ય સીઝનમાં પણ પહેરી શકાય છે. મેડ ઈન જાપાનનું આ જેકેટ ૨૦૦૦ રૂપિયાથી શરુ થાય છે. તેમજ ૧૦ હજાe mah પાવરબેન્કમાં ૨-૩ કલાક તેમજ ૨૦ હજાર mah ની પાવર બેન્ક માં ૪-૫ કલાક સુધી ગરમ રાખે છે.
કેવી રીતે કામ આપે છે જેકેટ
આ જેકેટમાં પાછળના ભાગે ઈલેક્ટ્રોનિક હીટીંગ પેડ લગાવવામાં આવ્યા છે. જે પાવરબેન્કથી ઈલેક્ટ્રીસિટી મેળવી હીટ પેદા કરે છે. આ પેડ શરીરના મુખ્ય ભાગો પર રાખવામાં આવ્યા છે. જેમ કે છાતી, પીઠ અને હાથ, તેમજ પાવરબેન્કને જેકેટના અંદર આવેલા કનેક્ટર સાથે જોડવામાં આવ્યું છે. જેનાથી ગણતરીની સેકન્ડમાં જ શરીરને ગરમાવો આપે છે.
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત