Ahmedabad News અમદાવાદ : દિવાળી જેવા ખુશીઓના તહેવારમાં આગના ભડકા થયા છે. ફટાકડા ફોડવાને કારણે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા છે. જેને કારણે ઈમરજન્સી સેવા દિવાળીના રાતે પણ ફાયર વિભાગ દોડતું થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં આગના 80 બનાવ  
દિવાળી દરમિયાન અમદાવાદ શહેરમાં નાની મોટી થઈને કુલ 80 આગની ઘટનાઓ બની છે. જેમાં કબાડી માર્કેટમાં સૌથી મોટી આગ લાગી હતી. 12 ગજરાજ અને ફાયરના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. 8 જેટલી દુકાનો સદંતર બળીને રાખ થઈ ગઈ છે..


જુનાગઢ હાઉસિંગ બોર્ડમાં આગ
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વિકરાળ આગ લાગી હતી. કચરાના ઢગલામાં દિવાળીના ફટાકડાના કારણે આગ લાગી હતી. બાદમાં લોકોની ભીડ એકઠી થઈ જતા પોલીસ બોલાવવી પડી હતી. બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. કોર્પોરેશનમાં ડોર ટુ ડોર કચરા એકઠા કરતી ગાડીઓ અહી જ ભંગાર વેચવા આવતી હોય છે ત્યારે અનેક રજૂઆતો છતાં રામનાથ મંદિર પાછળની જાહેર જગ્યામાં વંડો બનાવી ભંગારનો ગેરકાયદે ધંધો ચાલે છે તેના પર રોક ન લગાવવામાં આવતા અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.



કચ્છની બજારમાં આગ
કચ્છના ભૂજના માતૃછાયા કન્યા વિદ્યાલય પાસે આગ લાગી હતી. દિવાળીની મોડી રાત્રે ભૂજના મુંબઈ બજારમાં આગ લાગી હતી. વર્ષોથી ચાલતા હંગામી બજારમાં આગથી અફરાતફરી મચી હતી. સુરક્ષાનું ધ્યાન રાખ્યા વિના ચાલતા બજારમાં લાગેલી આગ ત્રણ કલાકથી વધુની જહેમત બાદ કાબૂમાં આવી હતી. 


અમરેલીમાં આગનો બનાવ
સાવરકુંડલામા ગત રાત્રીના ભંગારના ડેલામાં આગ લાગી હતી. આગ લાગતા ઘટના સ્થળે પીજીવીસીએલ ની ટીમ અને નગરપાલિકા ફાયર ફાઇટર પહોંચ્યું હતું. આગને ફાયર ફાઇટર દ્વારા કાબુમાં લેવાઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે.



ગુજરાતમાં તહેવાર ટાણે જ અનેક આકસ્મિક ઘટના બની છે. જેના પગલે ઈમરજન્સી કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે (31 ઓક્ટોબર 2024)ના રોજ રાજ્યમાં હર્ષો ઉલ્લાસથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ ઉજવણી દરમિયાન કેટલીક જગ્યાએ ઘટનાઓ પણ બની હતી, જેના પગલે રાજ્યમાં 4885 ઈમરજન્સીના કોલ નોંધાયા છે.