ચિંતન ભોગાયતા/અમદાવાદ :1975માં આજની તારીખે લોકશાહીનું ચીરહરણ થયું હતું. 25 જૂન 1975માં ઈન્દિરા ગાંધીએ કટોકટી લગાવી હતી. જે ભારતના ઈતિહાસમાં આજનો કાળો દિવસ ગણાય છે. 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધી કટોકટી ચાલી હતી. પ્રજાની આઝાદી કટોકટીમાં છીનવી લેવાઈ હતી. અનેક લોકોને જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. ગુજરાતમાંથી પણ એ સમયે અનેક નેતાઓ સરકાર સામે પડ્યા હતા. જેમાં શંકરસિંહ વાઘેલા પણ સામેલ હતા. જાણો તેમણે કટોકટી સમયના કાળને કેવી રીતે યાદ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોઈ લો વીડિયો...  



એ સમયની વાત છે જ્યારે દેશમાં કૉંગ્રેસની સરકાર હતી અને પ્રધાનમંત્રી હતાં ઈન્દિરા ગાંધી. તારીખ હતી 26 જૂન 1975. આ દિવસને લોકશાહી માટે કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ એ જ દિવસ છે જ્યારે ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી. વિરોધ પક્ષના મોટા નેતા જેવા કે જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, ચરણસિંહ, લાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી વાજપાઈની ધરપકડ કરાઈ હતી. આ સમયે ગુજરાતમાં RSSએ ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી. લક્ષ્મણરાવ ઈનામદારના નેજા હેઠળ ગોઠવાયેલી મીટીંગમાં નક્કી કરાયું કે કટોકટીનો સંઘર્ષ કરવા ભૂગર્ભ આંદોલન શરૂ કરવું. RSSના કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપાઈ. જેમાં નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા. 


એ સમયનો એક કિસ્સો...
એક વખત તો એવું થયું કે શંકરસિંહ વાઘેલા અને વિષ્ણુ પંડ્યા ભાવનગર જેલમાં બંધ હતા અને એમને મળવું જરૂરી હતું. એક બહેન જે હંમેશાં મુલાકાતી તરીકે જતાં એમનો સાથ લઈને નરેન્દ્ર મોદી જેલમાં પહોંચી ગયા અને જરૂરી વાતચીત પતાવીને પાછા આવ્યા.