Pavagadh Temple જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : તાજેતરમાં આવેલી રણબીર કપૂરની એનિમલ ફિલ્મના ‘પાપા મેરી જાન’ ગીત ભલભલાને ભાવુક કરી દે તેવું છે. આપણી જિંદગીમાં પિતા એક એવુ પાત્ર છે, જે દરેક તકલીફો હસતા મોઢે સ્વીકારીને પણ સંતાનોને સુખ આપે છે. ઘરેથી ટિફિન લઈને નીકળનારા પિતા બહાર કેવી સમસ્યાઓ વેઠીને મહિનાના અંતે પગાર લાવે છે તે તો તેને જ ખબર. ત્યારે પાવાગઢમાં મહાકાળી માતાના દરબારમાં એક પિતાનો તેની દીકરી માટેનો સંઘર્ષ સૌ કોઈને રડાવી દે તેવો છે. એક પિતા પોતાની 16 વર્ષીય દીકરીને ઊંચકીને પાવાગઢના પગથિયા ચઢ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ યાત્રાધામ ખાતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. એક પિતાની દીકરી પ્રત્યેના પ્રેમની લાગણીનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું. 50 વર્ષીય શ્રમિક પિતા પોતાની દીકરીને માતાજીના દરબારમાં નવરાત્રિ ટાંણે દર્શન માટે એક અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ સાથે લઈને આવ્યા હતા. પરંતુ તેમની દીકરી દિવ્યાંગ હોવાથી તે એકલી પગથિયા ચઢવા સક્ષમ ન હતી. તેથી પિતા 16 વર્ષની દીકરીને પીઠ પર ઉંચકીને માતાના દરબાર સુધી લઈ ગયા હતા. 


રિવાબા તમારું લોહી ઉકળતું નથી, તમે ચૂપ કેમ છો? ક્ષત્રિયાણી મહિલાએ કર્યા સળગતા સવાલ


આણંદના મીંઢળપુર પંથકના શ્રમજીવી પરિવારના આ પિતા પુત્રી છે. પિતા પોતાની જન્મથી મુકબધિર અને દિવ્યાંગ એવી 16 વર્ષીય દીકરીને માતાજીના દર્શન કરાવવા માટે પાવાગઢ લઈને આવ્યા હતી. દીકરીને પોતાની પીઠ ઉપર બેસાડી પિતાએ કપરા ચઢાણ ચઢ્યા હતી. 


માંચીથી માતાજીના મંદિરના પગથિયાં ચઢવા એકલી વ્યક્તિને પણ મુશ્કેલી પડતી હોય છે. તેમાં પણ કાળઝાળ ગરમીના સમયે અંદાજીત 40 કિલોથી વધુ વજનની દીકરીને પોતાની પીઠ પર ઉંચકીને એક પિતા માતાજીના દરબાર સુધી લઈ ગયા હતી. આમ, આ પિતાની હિંમતને સલામ છે. 


આજના સમયે જન્મ લેતાં જ દીકરીને તરછોડી દેતા દંપતીઓ અને પરિવારો માટે આ પિતા ઉદાહરણરૂપ છે. તેમની શ્રદ્ધા એટલી છે કે, તેમણે પોતાનું નામ પણ આપવાની ના પાડી હતી. જો દરેક દીકરીને આવા પિતા મળે તો જીવન ધન્ય બની જાય. 


હમ તો ડુબે હૈ સનમ, તુમ્હે ભી લે ડુબેંગે, સાઈડલાઈન કરાયેલા કયા ભેદીએ ભાજપમાં આગ લગાવી