હિમાંશું ભટ્ટ/મોરબી: વર્તમાન સમયમાં ક્રિકેટ સટ્ટો અને ઓનલાઈન રમાતા જુગારના કારણે ઘણી વખત જુગારમાં લાખો કરોડો રૂપિયા હારી જવાના કારણે ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે. આવો જ એક બનાવ મોરબી જિલ્લાના હળવદમાં પણ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુદ અમિત શાહ પણ ફિલ્ડિંગ ભરતા હોય તેવી એક બેઠક ગુમાવવાનો ભાજપને ડર, આ છે બેઠક


હળવદ યાર્ડમાં જુદી જુદી પેઢીઓ પાસેથી તલની ખરીદી કરીને તેમજ ખેડૂતો પાસેથી તલની ખરીદી કરવામાં આવી હતી અને જે પેઢી દ્વારા તલની ખરીદી કરવામાં આવી હતી. તેના કર્મચારી દ્વારા ખરીદી, વેચાણ તથા કમિશન પેટે કુલ મળીને 69,64,868 રૂપિયાનો પેઢીના માલિકની જાણ બહાર વિશ્વાસઘાત કર્યો હતો. જેની પેઢીના માલિકે તેના જ કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. 


ગુજરાતની જનતા માટે સૌથી મોટા સમાચાર;અંબાલાલે તારીખ સાથે ત્રીજા રાઉન્ડની તોફાની આગાહી


હળવદ તાલુકાની અંદર એક કર્મચારીએ જુગારમાં રૂપિયા હારી જવાના કારણે તેના જ પેઢીના માલિકને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જે બનાવ સંદર્ભે હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા કમિશન એજન્ટ તરીકે પેઢી ધારવાતા ધાંગધ્રા તાલુકાના રતનપર ગામના રહેવાસી નારસંગભાઈ એ તેના કર્મચારી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. 


અમરનાથ યાત્રામાં બીજા ગુજરાતીનું મોત, કોંગ્રેસ અધ્યક્ષે મૃતદેહ વતન લાવવા કરી મદદ


જેમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં જય કિસાન ટ્રેડિંગ નામની તેઓની દુકાન આવેલ છે. જેમાં તેનો માસીનો દીકરો હરપાલભાઈ હેમુભાઇ ટાંક તેનો ભાગીદાર છે અને તેઓની પેઢીમાં ઉમેશભાઈ નરસિંહભાઈ પારેજીયાને પગારદાર કર્મચારી તરીકે 22/3/23થી રાખવામાં આવ્યા હતા અને તેને માસિક રૂપિયા 10,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની 69,64,868 રૂપિયાના વિશ્વાસઘાતના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.


લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો; તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી બળાત્કાર ગુજારું છું.


આ આરોપીએ જય કિસાન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી 37,34,114 રૂપિયાના તલની ખરીદી કરી હતી અને તે પૈકી 12,01,645 તેના દ્વારા ચૂકવવામાં આવ્યા છે અને બાકીના 25,32,469 અન્ય વેપારીઓને ચૂકવવાના બાકી છે તેમજ જય કિસાન ટ્રેડિંગ મારફતે ખેડૂતો પાસેથી વેપારીઓને તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિસાન ટ્રેડિંગના લેવાના રૂપિયા અને કમિશનના રૂપિયા આમ કુલ મળીને 32,30,745 રૂપિયા લેવાના થાય છે, જે આરોપીએ ખરીદી, વેચાણ થતા કમિશનના રૂપિયા મળીને કુલ 69,64,868 રૂપિયા ફરિયાદીની જાણ બહાર વિશ્વાસઘાત કરીને લઇને નાસી ગયેલ હતો. 


ગુજરાતના આ મંદિરમાં દર્શન કરવા માટે લેવી પડે છે પરવાનગી, ગમે ત્યારે આવી જાય છે સિંહો


જેની કમિશન એજન્ટ દ્વારા તેના કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા રહે. કણબીપરા રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની તજવીજ શરૂ કરેલ છે.


ભારતનું આ રાજ્ય છે સૌથી ધનવાન, દેશના આર્થિક વિકાસમાં આપે છે મહત્વનું યોગદાન


મોરબી જીલ્લામાં આવેલા ઉદ્યોગમાં અને યાર્ડમાં અવારનવાર વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના નોંધાતા હોય છે ત્યારે વેપારીઓ અને ઉદ્યોગકારોને સંભવિત વિશ્વાસઘાત અને છેતરપિંડીથી બચવા માટે કર્મચારી સહિતના બહારના લોકો ઉપર વિશ્વાસ મુક્તા પહેલા સો વખત વિચાર કરવાની જરૂર છે, કેમકે આ ગુનામાં આરોપી જે રીતે ક્રિકેટ સટ્ટામાં લાખો રૂપિયા હારી ગયો અને ત્યારબાદ તે દેણું ભરપાઈ કરવા માટે તેણે પેઢીના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે. 


Surya Gochar: 5 રાશિના લોકોએ ધ્યાન રાખવું! નુકસાન પહોંચાડી શકે છે ષડયંત્ર 


આવી જ ઘટનાઓ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે બની શકે તેમ છે. જેથી કરીને ગુજરાતીમાં કહેવાય છે ચેતતા નર સદા સુખી તે મુજબ લોકોએ કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા તેના બેગ્રાઉન્ડને જાણી લેવું જરૂરી છે.