સુરતની નવી સિવિલ બહાર 500 કોરોના વોરિયર્સનો હોબોળો, કહ્યું-અમારો પગાર આપો
બે મહિનાથી પગારથી વંચિત સુરત નવી સિવિલના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 500 જેટલા કોરોના વોરિયર્સે આજે હોસ્પિટલની બહાર મોરચો માંડ્યો છે. સવારથી આ તમામ કર્મચારીઓ હોસ્પિટલની બહાર મોરચો માંડીને બેસ્યા છે. જ્યા તેઓએ એક જ માંગણી કરી છે કે, આજે જ અમારો પગાર કરો. પગાર ન મળતા કામદારો હડતાળ પર ઉતર્યા છે. તો સાથે જ આજે જ પગાર આપવાની માંગ કરી રહ્યાં છે. છેલ્લા 15 દિવસ થી પગાર આપવાના વાયદા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના હોબાળાને પગલે સુરત પોલીસ પણ દોડતી થઈ છે.