વિજ નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, માંગ નહી સંતોષાય તો હડતાળની ચિમકી
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર એસો. આંદોલન કરશે
અમદાવાદ : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર એસોસિએશન આંદોલન કરશે. આવતીકાલે સાંજે 6:10 કલાકે સુત્રોચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, એચ.આર.એ.ની પડતર માગને લઈ કરાશે આંદોલન. ખૂટતો સ્ટાફ અને કામ મુજબ વધારાનો સ્ટાફ રાખવા ઉપરાંત રજાના પૈસા રોકડમાં ચૂકવવા બાબતની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત મેડીકલના લાભો આપવા તેમજ અન્ય પડતર માગો સંદર્ભે સરકાર સામે મોરચો ખોલાશે.
LIVE: એકતા દિવસે કેવડિયાથી PM મોદીનું IAS પ્રોબેશનરી અધિકારીઓને સંબોધન, કહી મહત્વની વાત
વાહન ચાલકો સાવધાન ! ટ્રાફીકના નવા નિયમો કડકાઇથી લાગુ કરવા તંત્ર સજ્જ
જેટકો, જીસેક, ડિસ્કોમ કંપનીઓના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરીઓ ખાતેથી લડતનો પ્રારંભ થશે. આશરે 55,000 જેટલા કર્મચારીઓ આંદોલનમાં જોડાશે. 8 નવેમ્બરના રોજ કાળીપટ્ટી બાંધી આવેદનપત્ર પણ આપવામાં આવશે. અને જો તેમ છતા પણ માગ નહીં સંતોષાય તો કરાશે અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાની પણ ચિમકી કર્મચારી યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. 20 નવેમ્બરથી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળનું આયોજન પણ હોવાનું જણાવ્યું. માંગ નહીં સંતોષાય તો 14મી નવેમ્બરે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે. આંદોલનને પગલે રાજ્યમાં વીજ પુરવઠાને અસર પહોંચી શકે છે.