ઝી મીડિયા/બ્યૂરો :લતા મંગેશકર (Lata Mangeshkar) ના નિધનથી આખો દેશ શોકમાં ડૂબ્યો છે. લગભગ કોઈ એવી ભાષા નહીં હોય જેમાં લતા મંગેશકરે ગીત ગાયું નહીં હોય. લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ ઘણા ગીતો ગયા છે. પરંતુ તેમણે ગુજરાતી ભાષામાં અનેક સુપરહીટ ગીતો અને ગરબા ગાયા છે. તેમનો ગુજરાત સાથેનો અનેરો નાતો રહ્યો છે. ત્યારે ZEE 24 કલાક પર લતા દીદીએ ગુજરાતીમાં લખેલો પત્ર સામે આવ્યો છે. લતા મંગેશકરે એક સમયે પીએમ મોદી (PM Modi) ના માતા હીરા બાને પત્ર લખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં બીજીવા PM મોદીની સરકાર બની હતી, જેની ખુશી વ્યક્ત કરવા માટે લતા મંગેશકરે માતા હીરાબા (Hira ba) ને પત્ર લખ્યો હતો. નરેન્દ્ર મોદી PM બનતા દીદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં લખ્યુ હતું કે, ભગવાન શ્રીરામની કૃપાથી મારા ભાઈ PM બન્યા. પ્રધાનમંત્રી બનવા બદલ મારી શુભકામના છે. હીરાબા આપના તેમજ નરેન્દ્રભાઈના સાદગીપૂર્ણ જીવનને મારું વંદન છે. હું આ પહેલીવાર ગુજરાતીમાં લખું છું. લખવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. 


આ પણ વાંચો :  લાખોની આવક મેળવવા પ્રગતિશીલ ખેડૂતનો અનોખો દેશી જુગાડ, રાત્રે ખેતર વચ્ચે મૂકે છે પાણીનું કુંડું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લતા મંગશકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, દયાળુ અને દેખભાળ કરનારા લતાદીદી આપણને છોડીને જતા રહ્યા છે. તેમણે કહ્યું કે લતા દીદીના જવાથી દેશમાં એક એવું ખાલીપણું સર્જાયું છે જેને ભરી શકાય નહીં. આવનારી પેઢીઓ યાદ રાખશે કે લતા મંગશકર કેટલા મોટા કલાકાર હતા. તેમના અવાજમાં લાકોના મનને મોહવાની તાકાત હતી. લતાદીદીના ગીતોએ અનેક રીતે લાગણીઓને ઉભારી. તેમણે દર્શકો સુધી ભારતીય ફિલ્મ જગતના ફેરફારોને નજીકથી જોયા. ફિલ્મોથી અલગ, તેઓ હંમેશા ભારતના વિકાસ અંગે ભાવુક હતા. તેઓ હંમેશા એક મજબૂત અને વિક્સિત ભારત જોવા માંગતા હતા. હું તેને મારું સન્માન સમજુ છું કે મને હંમેશા લતાદીદી તરફથી અપાર સ્નેહ મળ્યો. તેમની સાથે મારી વાતચીત અવિસ્મરણીય રહેશે. તેમના પરિવાર સાથે મે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.