ગાંધીનગર : ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય નિરીક્ષકો નિરીક્ષણ કરવા માટે આવશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. નિરીક્ષકોનો આવવાનો સમય આગામી સમયમાં જણાવાશે. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું નામ પણ મુખ્યમંત્રીપદની રેસમાં હોવાનું સામે આવ્યું છે. જો કે આ તમામ બાબતો વચ્ચે સી.આર પાટીલ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 12 રિકવર થયા, એક પણ મોત નહી


ગુજરાતમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા વીડિયો મેસેજ કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. જેમાં વિવિધ માધ્યમો દ્વારા મારૂ નામ મુખ્યમંત્રી પદની રેસમાં હોવાનું જણાવી રહ્યા છે. જો કે આ વાતમાં કોઇ જ તથ્ય નથી. આ વીડિયો દ્વારા સ્પષ્ટ રીતે જણાવીશ કે હું આવી કોઇ હરીફામાં નથી. નવા મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે તેની સાથે મળીને આગામી ચૂંટણીમાં 182 માંથી 182 સીટો જીતવાનો ટાર્ગેટ અમે પુર્ણ કરીશું. પાર્ટીને વધારે મજબુતાઇ તરફ લઇ જવા માટે સંપુર્ણ તાકાત સાથે કામ કરીશું. 


સીધી જ આ નામની થશે જાહેરાત? PM મોદીએ પડદા પાછળ રહેલા આ નેતાને કહ્યું ગુજરાત પહોંચો!


અત્રે નોંધનીય છે કે, વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રફુલ ખોડાભાઇ પટેલ, મનસુખ માંડવીયા, સી.આર પાટીલ, પરસોતમ રૂપાલા સહિતના અનેક નામો ચર્ચામાં છે. તેવામાં સી.આર પાટીલે ફરી એકવાર રેસમાં પોતાનું નામ રેસમાં નહી હોવાની સ્પષ્ટતા કરી છે. તેવામાં હવે મુખ્યમંત્રી પદની રેસમાં કોણ આગળ છે તે મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં કાલે ધારાસભ્યોની બેઠક બાદ જ કોઇ પણ નામ પર આખરી મહોર લાગશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube