ગુજરાતીઓને મફત લેવાની ટેવ નથી, દેશ મફત આપે છે ત્યારે બરબાદી તરફ જાય છે: મુકેશ પટેલ
ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે AAP પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓને મફત લેવાની ટેવ નથી. જ્યારે જ્યારે દેશ મફત આપે છે ત્યારે બરબાદી તરફ જાય છે. મફત આપીને અનેક દેશો મંદીમાં સપડાયા હોય તેવા અનેક ઉદાહરણો છે.
સંદીપ વસાવા/સુરત: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મતદારોને આકર્ષવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. દિલ્હીના સીએમ કેજરીવાલે અગાઉ ગુજરાતમાં આવીને ગુજરાતીઓને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. ત્યારથી રાજ્યમાં રાજનીતિ ચરણસીમાએ પહોંચી ગઈ છે. આજે ઉર્જા મંત્રી મુકેશ પટેલે આમ આદમી પાર્ટી પર મોટા પ્રહારો કર્યા હતા.
ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલનું નિવેદન
ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે AAP પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓને મફત લેવાની ટેવ નથી. જ્યારે જ્યારે દેશ મફત આપે છે ત્યારે બરબાદી તરફ જાય છે. મફત આપીને અનેક દેશો મંદીમાં સપડાયા હોય તેવા અનેક ઉદાહરણો છે.
કેજરીવાલના ફ્રી વીજળીના વાયદા સામે નિશાન સાંધતા મુકેશ પટેલે જણાવ્યું હતું કે, શ્રીલંકાના વડાપ્રધાન શપથ લેતા હતા ત્યારે લાઈટ ગઈ હતી. પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળ્યા બાદ ઘણા ગામડાઓએ વીજળી જોઈ છે. અમે ખેડૂતોને ઘણી સબસિડી આપી છે.
મુકેશ પટેલના નિવેદન પર ઈશુદાનની પ્રતિક્રિયા
મુકેશ પટેલના નિવેદન પર ઈશુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાનું ભાજપાના નેતાઓ વારંવાર અપમાન કરે છે. તમે જે મફતમાં લઇ રહ્યા છો તે છોડો, વિજળીનું બિલ છોડો તમે પોલીસ તરીકે સસ્પેન્ડ થયા, ત્યારે સંપતિ ન હતી, અત્યારે ક્યાંથી આવી? સાડા પંદર લાખની સારવાર ગૃહમંત્રીએ મફતમાં લીધી હતી. સુરતના મેયર બન્યા બાદ બંગલાનું પાંચ કરોડનું રીનોવેશન કરાયું હતું. તમે આપી ના શકો તો કાંઇ નહી આપ તે ગુજરાતીઓને અપાવીને રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube